ગોંડલની અંદર એક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ અચાનક જીમમાં કસરત કરતા ચક્કર આવીને ઢળી પડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.મળતી માહિતી અનુસાર ગોંડલના એક વિસ્તારમાં રહેતા અને રાજકોટના એક વિસ્તારની અંદર આવેલી જીમમાં કસરત દરમિયાન એક આધેડ વ્યક્તિને અચાનક ચક્કર આવ્યા હતા અને તેઓ નીચે પડી ગયા હતા.
ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.પુત્રના મોતના સમાચાર સાંભળીને માતા પણ બેભાન થઇ ગયા હતા અને જેથી તેમને પણ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.હાલમાં આધેડ વ્યક્તિના અવસાનથી તેમના પરિવારની અંદર શોકના વાદળો ફરી વળ્યા છે.
૫૦ વર્ષીય આધેડ ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટમાં આવેલી એક જીમની અંદર વર્કઆઉટ કરી રહ્યા હતા.આ સમયે અચાનક તેમને ચક્કર આવ્યા હતા અને તેઓ નીચે ઢળી પડ્યા હતા.ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર ઉપસ્થિત અન્ય લોકો દ્વારા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અને જ્યાં તેમનું સારવાર દરમિયાન બે દિવસ બાદ એટલે કે આજે મોત થયું છે.
પુત્રના મોતના સમાચાર સાંભળીને તેમના માતા પણ આઘાતમાં આવી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા.અને ત્યારબાદ તેઓને પણ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.એવું જાણવા મળેલ છે કે અઠવાડિયા બાદ તેમની પુત્રી અને બે ભત્રીજીના લગ્ન થવાના હતા.પરંતુ લગ્ન પહેલાજ પિતાનું અકાળે મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.