જનક જાગીરદાર, આણંદ: જિલ્લાના (Anand) પેટલાદ તાલુકાના (Petlad) બોરીઆ ગામના યુવા ખેડૂત (farmer) કેતન પટેલે જય વિજ્ઞાન જય કિશાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેતન પટેલે તેમની 40 વીઘા જમીનમાં ઓર્ગેનિક (organic farming) સેન્દ્રિય (Sendriya) પદ્ધતિથી શાકભાજીના રાજા બટાકાની (potato farming) સફળતા પૂર્વક ખેતી કરી સારામાં સારી આવક મેળવી છે.
બટાકાની ખેતી માટે તેઓ ગૌ મૂત્ર, ગાયનું છાણ, છાશ વડની માટીનો ઉપયોગ કરી જીવામૃત બનાવી તેને સપ્રમાણ પાણી સાથે ભેળવી સારામાં સારાને ઉત્તમ ગુણવત્તાના બટાકાનો પાક લે છે
તેમજ ખાતર તરીકે જીવામૃતનો ઉપયોગ કરતા હોવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને વર્ષ 5થી 6 લાખ રૂપિયા બટાકાની ખેતીમાં કમાણી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.