સુરત:ફેસબુક પર દીકરાને શ્રદ્ધાંજલિ આપીને માતા-પિતાએ કર્યો આપઘાત

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પેલેસમાં રહેતા એક પતિ-પત્નીએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું. સ્થાનિક લોકોએ આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને તપાસ શરૂ કરી હતી.

એક રિપોર્ટ અનુસાર મૂળ પાટણના ગજા ગામના વાતની અને સુરતમાં પત્ની સાથે રહેતા ભરત પટેલ સુરતના ભટાર વિસ્તારમાં એક જ્વેલરીની શોપ ચલાવતા હતા અને તેઓ અલથાણ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પેલેસમાં રહેતા હતા. ભરત પટેલને એક 22 વર્ષનો પુત્ર હતો, તેનું નામ પ્રેમ પટેલ હતું. પ્રેમ 22 વર્ષની વયે બ્લડ કેન્સરની બીમારીથી પીડાતો હતો. ચાર મહિના પહેલા જૂન 2016માં પ્રેમનું અવશાન થઈ ગયું હતું. દીકરાના અવશાન પછી ભરત પટેલ અને તેમના પતિની ખૂબ ઉદાસ રહેતા હતા.

આ ઉપરાંત મંદીના કારણે ભરત પટેલ ઘણા સમયથી તેમની દુકાન પણ બંધ રાખતા હતા. 17 ઓક્ટોબરના રોજ રાત્રીના 1 વાગ્યે ભરત પટેલે ફેસબુક પર દીકરા પ્રેમને ચોથી માસિક પુણ્યતિથીની શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ બંને પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારે આ ઘટનાની સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને બંને પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસને ઘટના સ્થળની તપાસ કરતા એક સુસાઈડનોટ મળી આવી હતી. સુસાઈડનોટમાં મૃતકોએ પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું, દીકરાના મોત બાદ એકલતા અનુભવતા હોવાનું અને મોત બાદ અંગદાન કરી દેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.