FD કરાવતા લોકો માટે કામના સમાચાર,ફિક્સ્ડ ડિપોઝિટ એ સૌથી વધુ પસંદ કરવામાં આવતી સ્કીમ છે…..!!

બચત કરવાની આ પદ્ધતિને તમામ ઉંમરના લોકોને ગમે છે. આનું મોટું કારણ એ છે કે તે અન્ય યોજનાઓની તુલનામાં સલામત અને ઓછામાં ઓછી જોખમી છે. તેમાં ટૂંકાથી લઈ લાંબા ગાળા માટે પણ રોકાણ કરી શકાય છે.

  • આમાં જમા પૈસા પર કોઈ જોખમ નથી. આ સાથે તમે નિયત અવધિમાં વળતર પણ મેળવી શકો છો.
  • તેમાં રોકાણ કરેલી મૂળ રકમ સલામત રહે છે કારણ કે એફડી પર બજારના વધઘટની સીધી અસર જોવા મળતી નથી.
  • આ સ્કીમમાં રોકાણકારો માસિક વ્યાજનો લાભ લઈ શકે છે.
  • સામાન્ય રીતે એફડી પર ઉપલબ્ધ વ્યાજ દર વધારે હોય છે. વરિષ્ઠ નાગરિકો માટે તે સૌથી વધુ વળતર આપે છે.
  • કોઈ પણ એફડીમાં માત્ર એક જ વાર રોકાણ કરવું પડે છે. જો રોકાણકાર આ પછી વધુ ડિપોઝિટ કરવા માંગે છે, તો તેણે અલગ એફડી ખાતું ખોલવું પડશે.

ફિક્સ ડિપોઝિટ પર 0થી 30 ટકા સુધી ટેક્સ કપાત છે. તે રોકાણકારના આવકવેરા સ્લેબના આધારે કાપવામાં આવે છે. જો તમે એક વર્ષમાં 10,000 રૂપિયાથી વધુની કમાણી કરો છો, તો તમારે તમારી એફડી પર 10 ટકા ટેક્સ ભરવો પડશે. જોકે, આ માટે તમારે તમારા પાનકાર્ડની એક કોપી સબમિટ કરવાની રહેશે. જો પાનકાર્ડ સબમિટ કરવામાં નહીં આવે, તો તેના પર 20 ટકા ટીડીએસ કાપવામાં આવે છે. જો રોકાણકાર કર કપાતને ટાળવા માંગે છે, તો આ માટે તેમણે તેમની બેંકમાં ફોર્મ 15 એ સબમિટ કરવું જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.