FDI મુદ્દે મારી સલાહ માનવા માટે મોદી સરકારનો આભાર: રાહુલ ગાંધી

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ(FDI)ના નિયમમાં ફેરફાર માટે મોદી સરકારનો આભાર માન્યો છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે થોડાં દિવસો પહેલા FDI નિયમોમાં ફેરફારની ભલામણ કરી હતી. મને ખુશી છે કે કેન્દ્ર સરકારે મારી ચેતવણી પર અમલ કર્યો.
આ પહેલા તેમણે ટ્વીટ કરી રહ્યો હતો કે દેશમાં આર્થિક સુસ્તીથી ભારતીય કોર્પોરેટ કંપની ઘણી નબળી થઈ છે અને ટેકઓવર માટે બીજા દેશોના નિશાના પર છે. સરકારે તેની મંજુરી આપવી જોઈએ નહી  કે કોઈ વિદેશી કંપની આ સંકટના સમયમાં કોઈ ભારતીય કંપની પર અધિકાર મેળવી લે.
12 એપ્રીલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આગાહ કરતા પોતાના ટ્વીટ પર લખ્યું કે, દેશ ભયંકર મંદીની ચપેટમાં છે. આ કારણે ઘણી ભારતીય કંપનીઓ નબળી પડી છે. તેવામાં ડર છે કે વિદેશ કંપનીઓ તેનો ફાયદો ઉઠાવતા કંપનીને ટેકઓવર કરી લે. ભારત સરકારે આ દિશા પ્રયાસ કરતા વિદેશી તાકતોને ભારતીય કંપનીઓનું અધિગ્રહણથી રોકવું જોઈએ.
સરકારે FDIના નિયમમાં કર્યો આ ફેરફાર
સરકારે FDI નિયમમાં ફેરફાર કરી દીધો છે. નવા નિયમ પ્રમાણે હવે ભારતની સરહદ સાથે જોડાયેલા કોઈ પણ દેશના નાગરિક કે કંપનીને રોકાણ પહેલા સરકારની મંજુરી લેવી પડશે. અત્યાર સુધી માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો/કંપનીઓને જ મંજુરી લેવાની હોય છે. જ્યારે ચીન જેવા પાડોશીઓ માટે તેની જરૂર નથી હોતી. જો કે ઘણાં અન્ય દેશો પહેલાં જ ચીનની કંપનીઓને રોકવા માટે નિયમ સખ્ત કરી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.