પોલીસનો ડર હવે રહ્યો નથી ,ચાલુ કારમાંથી ફેંકયા ફટાકડા ,

ગુજરાતમાં હવે લોક બેફામ બની રહ્યા છે. પોલીસનો ડર લોકોમાં રહ્યો નથી. એક સમયે શાંતિપ્રિય કહેવાતા આ રાજ્યમાં લોકો હવે જાહેરમાં ગુનો કરતાં પણ ડરતા નથી. ગુજરાતના કેટલાક શહેરોમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. આવો જ કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે.

જેમાં રસ્તા પર સડસડાટ દોડી રહેલી કાર માંથી ફટાકડા ફોડીને બહાર ફેંકવામાં આવી રહ્યા છે.ફટાકડા ફોડનારને જાણે રસ્તા પર ચાલતાં લોકોની ચિંતા નથી. તેમ બિંદાસ રીતે સળગતાં ફટાકડા રસ્તા પર ફેંકવામાં આવ્યાં છે.

રાજકોટ શહેરનાં એસ્ટ્રોન ચોક પાસેનો વીડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં લાલ રંગની કાર દેખાઈ રહી છે. જેમાં કાર ચાલક સાંજના સમયે ચાલુ કારે રોડ પર ફટાકડા ફોડીને બહાર નાંખી રહ્યો છે. વીડિયોમાં કારમાં સવાર લોકો કારની અંદર ફટાકડા પેટાવીને રોડ પર ફટાકડા ફેંકે છે. અન્ય વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે.

આ પ્રકારનું વર્તન લોકોના જીવ માટે જોખમી બની શકે છે. રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહનચાલકે કારનો પીછો કરીને વીડિયો બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર પાસિંગની કાર દેખાઈ રહી છે. કાર પર MH 06 AL1416 નંબર દેખાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.