ફૈક્ટ્રીમાં બનતી હતી પીપીઈ કિટ,4 ઘાયલોની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે .

જે ફેક્ટ્રીમાં આગ લાગી છે ત્યાં માસ્ક અને પીપીઈ કિટ બનાવવામાં આવે છે. ફેક્ટ્રીમાં આગની સૂચના મળતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. પ્રાપ્ત જાણકારીના જણાવ્યાનુંસાર સાહિબાબાદ અને વૈશાલી ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. ઘણી મહેનત બાદ ફાયર બ્રિગેડ ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે.

સીઓના જણાવ્યાનુંસાર આગની ઝપેટમાં આવનારા 5 લોકોને મૈક્સ હોસ્પિટલમાં અને 8 લોકોને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સૂચનાના આધાર પર પોલીસ અને ફાયર વિભાગની ટીમ અનેક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. તેમણે જણાવ્યું કે શરુઆતની તપાસમાં જોયું કે આ દરમિયાન ફેક્ટ્રીમાં કામ કરી રહેલી 2 મહિલાઓ અને સગીર બાળકો સહિત કુલ 14 લોકોને આગની ઝપેટમાં આવી ગયા છે.  જેમાં 4 લોકોની હાલત ગંભીર ગણાવામાં આવી છે.

ત્યારે ફાયર વિભાગની ટીમ કંપનીની અંદર તપાસ કરી રહી છે કે કોઈ કેઝ્યુલ્ટી નથીને. કંપનીમાં  કેમિકલ ડ્રમમાં વિસ્ફોટ થયા જેમાં કંપનીના કેટલાક ભાગ તુટીને પડી ગયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.