પતિને દારૂની કુટેવ સહિત પર સ્ત્રી સાથે સંબંધ પણ હતો અને આ બધી જ વસ્તુની જાણ સાસુ સસરાને હતી અને તેઓ પતિને આ બધું કુટેવમાં સાથ પણ આપતા તથા સાસુ સસરા પિયરથી આખા વર્ષનું તેલ વગેરે મંગાવતા અને ત્રાસ આપતા
News Detail
રાજકોટમાં સાસરિયાના ત્રાસથી કંટાળી બે પરિણીતાએ પોલીસમાં સાસરા પક્ષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પહેલા બનાવમાં પતિને દારૂની કુટેવ સહિત પર સ્ત્રી સાથે સંબંધ પણ હતો અને આ બધી જ વસ્તુની જાણ સાસુ સસરાને હતી અને તેઓ પતિને આ બધું કુટેવમાં સાથ પણ આપતા તથા સાસુ સસરા પિયરથી આખા વર્ષનું તેલ વગેરે મંગાવતા અને ત્રાસ આપતા તેથી કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી જ્યારે બીજા બનાવમાં અઠવાડીયા સારી રીતે રાખ્યા બાદ સાસુએ ઘર કામ બાબતે ઝઘડા શરૂ કરી દીધા હતા. નણંદ પોતાનું બધુ કામ તેની પાસે કરાવતી. સસરા પણ માથાકૂટ કરતા તેથી કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમાં કુલ વધુ અને સાસરીયા દ્વારા ત્રાસ દેવાની ઘટના હાલ અનેક વાર સામે આવી છે ત્યારે ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ બે સાસરીયોના ત્રાસથી કંટાળી પરીનીતાઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરીયાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં પ્રથમ બનાવવામાં કાલાવડ રોડ પર રહેતી પરિણીતાને વડોદરાના સાસરિયાઓ તેલ,કપડાં અને અનાજ લાવવા માટે ત્રાસ આપતા હોવાથી તેને ફરિયાદ નોધાવી છે.ત્યારે બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ પર રહેતી પરિણીતાને માવડીમાં રહેતા સાસરિયાં સામે ત્રાસની ફરિયાદ નોધાવી છે. પ્રથમ બનાવની વિગતો અનુસાર કાલાવડ રોડ પર સૂર્યોદય સોસાયટીમાં રહેતા પરસીસ બેન નામના 41 વર્ષીય પરિણીતાએ તેના પતિ ભાવિનભાઈ, સસરા કિશોરભાઈ શાહ, સાસુ મીનાબેન અને નણંદ ધૃતિબેન (રહે.વડોદરા) સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે, તેણે એમબીએ સુધી અભ્યાસ કર્યો છે. પુત્ર સાથે છેલ્લા અઢી વર્ષથી માવતરને ત્યાં રહે છે. 2009માં લગ્ન થયા હતાં. પાંચ વર્ષ સંયુક્ત કુટુમ્બમાં રહ્યાં હતાં. આ દરમિયાન પતિ અને સાસુ, સસરા નાની નાની બાબતે ઝઘડા કરતા હતાં. પતિ અને સસરા શહેરનાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. પતિ ઘણી બધી કુટેવ ધરાવતા હતાં. તેને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવા ઉપરાંત દારૂની પણ કુટેવ હતી. આમ છતાં સાસરીયા તેનો સાથ આપતા હતાં. તેના માતા પિતા પાસેથી સાસરીયા પક્ષના સભ્યો અવારનવાર દહેજની માંગણી કરતા હતાં. તેમ પણ કહેતા તારા બાપને તેલની મીલ છે તો આખુ વર્ષ ચાલે તેટલા તેલના ડબ્બાઓ મંગાવ. જેથી તે પિતા પાસે તેલના ડબ્બા મંગાવતા હતા. સાસુ આખા વર્ષના ઘઉં મંગાવાનું પણ કહેતા હતાં. આ ઉપરાંત નણંદના છોકરાઓ માટે કિંમતી બ્રાન્ડેડ કપડાઓ મંગાવતા હતાં. સાસુએ જીયાણા માટે દહેજની માંગણી કરી કહ્યું કે, સાળીઓ અને ઘરેણાં જોશે.પોતે સુખી રહે તે માટે માતા-પિતા તમામ માંગણીઓ પુરી કરતા હતાં. સાસુ, સસરા અને નણંદ અવારનવાર પતિને ચડામણી કરતા હોવાથી તેની સાથે ઝઘડા થતા હતાં. તે આપઘાત કરવા પ્રેરાય તે હદ સુધી હેરાન કરતા હતાં. પતિ નશાની હાલતમાં ગાળો ભાંડતો હતો. આ રીતે સાસરીયાઓનાં ત્રાસથી કંટાળી છેલ્લા અઢી વર્ષથી માવતરને ત્યાં રહેતા હતા. અંતે તેમને કંટાળી ગઈકાલે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરીયા પક્ષ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં ન્યુ રેલ નગરમાં રહેતા અને મવડી ચોકડી નજીક બાપાસીતારામ ચોકમાં સાસરીયુ ધરાવતા ભૂમિકાબેનએ તેના પતિ વિવેક જોશી,સસરા અરુણ જોશી, સાસુ સ્મિતાબેન અને નણંદ નીધી સામે મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું છે કે 2020 માં તેના લગ્ન થયા હતા. અઠવાડીયા સારી રીતે રાખ્યા બાદ સાસુએ ઘર કામ બાબતે ઝઘડા શરૂ કરી દીધા હતા. નણંદ પોતાનું બધુ કામ તેની પાસે કરાવતી હતી. સસરા પણ ઝઘડો કરતા હતા.
લગ્નના એકાદ માસ બાદ તેના પેટમાંગાંઠ થતા દવા લીધી હતી. જેને કારણે સતત ઉંઘ આવતી હોવાથી સાસરીયાઓ ઝઘડો કરતા હતા. તેના ભાઈના લગ્નમાં પિયર જવાની વાત કરતા સસરાએ ના પાડી દીધી હતી. એટલુ જ નહી સાસરીયાઓએ ઝઘડો પણ કર્યો હતો. તે તેના ભાઈના લગ્નમાં ગઈ ત્યારે પહેરવા માટે દાગીના આપ્યા ન હતા. પિયરમાં રોકાયા બાદ સમાધાન થઈ જતા પતિ તેડી ગયો હતો. આ પછી પણ પતિ અને સાસરીયાઓ અવાર-નવાર ઝઘડા કરી પિયરમાં મુકી જતા હતા. બાદમાં સમાધાન થઈ જતા પતિ તેડી જતો હતો.સસરાએ પતિને કહ્યું કે ભુમિકાને નોકરી પર જવું છે, એટલે બધા નાટક કરે છે. પતિએ કહ્યું કે તું દસ ફેલ છો તો તું શું નોકરી કરીશ. આખરે તેણે પિયરમાં જાણ કરતા પતિએ તારા ઘરના સભ્યો અહીંયા આવવા ન જોઈએ તેમ કહી દીધું હતું. બાદમાં પિયર મુકી ગયા હતા. આખરે ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.