ફર્મેન્ટેડ ફૂડનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદકારક, જાણો ફાયદા

આપણે બધા જાણીએ જ છીએ કે બેક્ટેરિયા અને યીસ્ટના કારણે ફૂડ ફર્મેન્ટેડ થાય છે એટલે કે આથો આવે છે. આ એક પ્રકારના પ્રીઝર્વેટિવનું પણ કામ કરે છે. ફર્મેન્ટેશન એટલે કે આથાની પ્રોસેસ દરમિયાન ફૂડ આઇટમ્સમાં એક પ્રકારનાં બેક્ટેરિયાનો વિકાસ થાય છે જે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. ઈડલી, ડોસા, જલેબી, ભટૂરા જેવી વસ્તુઓ ફર્મેન્ટેડ ફૂડ કહેવાય છે. જાણો, આ ફર્મેન્ટેડ ફૂડ્સથી થતાં ફાયદાઓ વિશે….

ફર્મેન્ટેડ ફૂડ્સમાં રહેતાં બેક્ટેરિયા આપણી ઇમ્યૂનિટી વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. તેનાથી કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ જ ઓછી થઇ જાય છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી, આયર્ન, ઝિંક જેવા ન્યૂટ્રિશિયન પણ રહેલાં હોય છે. જે આપણું ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે આ પ્રકારનું ભોજન ઘણું ફાયદાકારક સાબિત થાય છે. તેઓ આ પ્રકારના ભોજનના સેવનથી પોતાનું શુગર સરળતાથી કંટ્રોલ કરી શકે છે. ડાયાબિટીસના લોકોને ડાયટિશિયન અને ડૉક્ટર્સ પણ આ પ્રકારનો આહાર લેવાની હંમેશા સલાહ આપતા હોય છે.

ફર્મેન્ટેડ ફૂડ્સના સેવનથી આંતરડા સાથે સંકળાયેલી મુશ્કેલીઓ પણ ઓછી કરી શકાય છે. આ પ્રકારના ફૂડ્સના સેવનથી ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓથી છૂટકારો મળી જાય છે. મોટાભાગના લોકો ફર્મેન્ટેડ ફૂડ્સ વિશે એવુ માનતાં હોય છે કે આ ફૂડ્સમાં માત્ર સ્વાદ હોય છે. કોઇ પણ પ્રકારનું પોષણ તેમાંથી મળતું નથી.

પરંતુ આ પ્રકારના ભોજનમાં વિટામિન એ અને વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે. ફર્મેન્ટેડ ફૂડ્સમાં રહેલાં ન્યૂટ્રિએન્ટ્સ અને બેક્ટેરિયા આપણા શરીરને ખૂબ જ સરળતાથી ડિટૉક્સિફાઇ કરી દે છે. આ ફૂડ કેન્સર જેવી બીમારીઓને પણ દૂર રાખે છે. આ પ્રકારનું ભોજન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જેના કારણે તમે ઇચ્છો તો ફર્મેન્ટેડ ફૂડ્સને તમે પોતાના ડાયેટ પ્લાનમાં સામેલ કરી શકો છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.