ખાતરનાં ભાવ વધારાથી તો બચી ગયાં,પણ હવે ખેડૂતોને ડીઝલથી કોણ બનાવશે. ?

કેન્દ્ર સરકારે ખરીફ 2021 માટે ઘણા પાકોમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં જ ડીઝલની કિંમતમાં લિટર દીઠ આશરે 25 રૂપિયાનો વધારો થયો છે.

કેન્દ્ર સરકારે ખરીફ 2021 (Kharif) માટે ઘણા પાકોમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં જ ડીઝલની કિંમતમાં લિટર દીઠ આશરે 25 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખેતી ડીઝલ પર આધારિત છે. ખેતરમાં ખેડાણથી માંડીને પાકને પાણી આપવા જેવા ઘણા ખેતી કામમાં ડીઝલની મહત્ત્વની ભૂમિકા છે. ડીઝલના ભાવમાં (Diesel Price) વધારાને કારણે ખેતી ખર્ચમાં મોટો વધારો થયો છે. સરકારે સબસિડીમાં વધારો કરીને ખાતરોની મોંઘવારીથી ચોક્કસપણે ખેડૂતોને બચાવ્યા છે. પરંતુ ડીઝલની ભાવ વધારાથી ખેડૂતોને ખર્ચમાં વધારો થયો છે. જે રીતે ડીઝલનો ભાવ વધી રહ્યો છે, તેના પ્રમાણમાં MSP માં ભાવ વધ્યો નથી. ઘણા ખેતી કામ ડીઝલ પર આધારીત છે.

ડીઝલના ભાવમાં વધારાની વાત કરીએ, તો 1 જૂન, 2020 ના રોજ, ડીઝલનો ભાવ લગભગ 64 રૂપિયા પ્રતિ લીટર હતો. જ્યારે હાલમાં તે વધીને 89 રૂપિયા થયો છે. એટલે કે, એક વર્ષમાં 25 રૂપિયાની વિક્રમી વૃદ્ધિ જોવા મળી. ટેક્સના તફાવતને કારણે, આ વધારો રાજ્યમાં પ્રતિ લિટર 20 રૂપિયા પણ થઈ શકે છે. આ વર્ષે ડીઝલના કારણે ઇનપુટ ખર્ચમાં વધારો થશે.

https://www.youtube.com/watch?v=pVjm5asX6X0

કૃષિ પર શું અસર પડે છે ;                                                                                               મોટાભાગના ખેડૂતો ડીઝલ એન્જિન પમ્પ સેટ્સ દ્વારા તેમના ખેતરોની સિંચાઈ કરે છે. આવી સ્થિતિમાં ડીઝલની મોંઘવારીથી તેઓને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે. ખરીફ સીઝન 2019 દરમિયાન રોટાવેટરનો ખર્ચ એકર દીઠ 1320 રૂપિયા હતો. 2020 માં તે વધીને એકર દીઠ 1980 રૂપિયા થયો અને હવે એટલે કે 2021 માં તે વધીને 2300 રૂપિયા થયો છે.

2019 માં ડીઝલ એન્જિન પમ્પિંગ સેટ્સમાંથી પાણી માટે કલાક દીઠ 150 રૂપિયા ખર્ચ થતો હતો, જે 2020 માં 210-220 રૂપિયા પર પહોંચી ગયો હતો. હવે તે 2021 માં તે વધીને 250 રૂપિયા થયો છે.

સરકાર ઇચ્છે તો ખેડૂતો માટે ડીઝલ સસ્તુ થઈ શકે છે ;
રાષ્ટ્રીય કિસાન પ્રોગ્રેસિવ એસોસિએશન (RKPA) ના પ્રમુખ કહે છે કે પીએમ કિસાન યોજના (PM Kisan) ના લાભાર્થીઓની જમીનની વિગતો સરકાર પાસે છે. સરકારે સરેરાશ અંદાજ કાઢવો જોઇએ કે ખેતીમાં એકર દીઠ કેટલું ડીઝલ વપરાય થાય છે, તે અનુસાર ખેડૂતોને સબસિડી આપી શકે છે. સરકાર સોલાર પંપને પ્રોત્સાહન આપવા માટે પહેલેથી જ કામ કરી રહી છે.

https://www.youtube.com/watch?v=4cnPK3dlaNM

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.