મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની વચ્ચે મુખ્યમંત્રીના પદને લઇ ખેંચતાણ ચાલુ છે. સૂત્રોના મતે આ કોકડું ઝડપથી ઉકેલાશે નહીં તો ટૂંક સમયમાં જ શિવસેના NDAમાંથી અલગ થઇ શકે છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇ શિવસેનાનો આ મોટો દાવ હશે.
આ બધાની વચ્ચે સેના ભવન પર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટી નેતાઓની અગત્યની બેઠક ચાલી રહી છે. આ બેઠક પહેલાં શિવસેના નેતા ગુલાબરાવ પાટિલે કહ્યું કે સીએમ શિવસેનામાંથી જ હોવો જોઇએ. અમે ઉદ્ધવ ઠાકરેના આદેશોની પ્રતિક્ષા કરી રહ્યા છે. જ્યાં સુધી અમને કહેવાશે ત્યાં સુધી હોટલમાં રહેશે.
રાષ્ટ્રપતિ શાસનની કોશિષમાં ભાજપ
શિવસેનાએ સ્પષ્ટતા કરી દીધી કે ભાજપ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની કોશિષમાં છે. થોડીક વાર પહેલાં પત્રકાર પરિષદમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે તેમની લડાઇ ચાલુ રહેશે. જો કે બધા શિવસેનાના ધારાસભ્ય અત્યારે હોટલમાં છે.
મોડી રાત્રે હોટલ પહોંચ્યા હતા આદિત્ય ઠાકરે
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે ગુરૂવાર મોડી રાત્રે મુંબઇના રંગ શારદા હોટલ પહોંચ્યા હતા. આ હોટલમાં શિવસેનાના ધારાસભ્ય રોકાયા છે. ધારાસભ્યોના તૂટવાનો ડર ઝીલી રહેલ શિવસેનાએ ગુરૂવારના રોજ પોતાના ધારાસભ્યોને મુંબઇની રંગ શારદા હોટલમાં રહેવા માટે મોકલી દીધા છે. શિવસેનાના ધારાસભ્ય આવતા બે દિવસ સુધી હજુ આ હોટલમાં જ રહેશે. આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઇ રહ્યું છે. ત્યારબાદ રાજ્યપાલને સંવૈધાનિક તબક્કા પર વિચાર કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.