રાજસ્થાનના એક જંગલમાં એટલી જબરદસ્ત આગ લાગેલી છે કે જંગલનો લગભગ 150 હેકટર વિસ્તાર બળીને ખાખ થઇ ગયો છે અને સતત ત્રીજા દિવસે પણ આગ હજુ કાબુમાં આવી નથી અને જંગલમાં લગભગ 25 જેટલાં વાઘ ફસાયા છે.
રાજસ્થાનના અલવરમાં આવેલા સરિસ્કા જંગલમાં છેલ્લાં 45 કલાકથી લાગેલી વધારે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે અને જંગલના લગભગ 20 કિલોમીટર એરિયામાં પ્રસરી ચૂકી છે.અને આગ પર કોઇ પણ હિસાબે કાબુ નહી મેળવી શકાતા વન અધિકારીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.
જાણવા મળેલી માહિતી મુજબ આ જંગલમાં 25 વાઘ આગમાં ફસાયા છે. આગ ઝડપથી ફેલાઇ રહી હોવાથી સેનાના 2 હેલિકોપ્ટરે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં હેલિકોપ્ટરથી 50 હજાર લીટર પાણીનો ઉપયોગ કરાયો છે અને છતા આગ ટાઢી પડતી નથી.
અધિકારીઓએ કહ્યું હતું કે સરિસ્કા, અલવર અને દૌસાની ત્રણેય રેન્જના સ્ટાફ અને ગામલોકો સહિત લગભગ 200 લોકો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા છે.અને સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે અને સરિસ્કા ગામેન ખાલી કરાવી દેવામાં આવ્યું છે..
નાયબ તહસીલદાર ખેમચંદ સૈનીએ કહ્યું હતુ કે કાનૂનગોથી મળેલા અહેવાલ મુજબ મંગળવારે સવાર સુધીમાં 20 કિલોમીટરથી વધારે વિસ્તારમાં આગ પ્રસરી ચૂકી છે. રવિવારે વાલેટા પૃથ્વીપુરા વિસ્તારના પહાડોમાં આગ ફાટી નિકળી હતી.અને 45 કલાક પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.અને આગ નારંડી, રોટક્યાલ અને બહેડી સુધી ફેલાઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.