ઈશાનની ડેબ્યું મેચમાં ફિફટી તો ધવનની ધમાકેદાર બેટીંગ, ભારતનો સાત વિકેટે વિજય ..

કોલંબોમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવી દીધી હતી. આ જીત સાથે, ટીમ ઈન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. ભારતે 36 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ધવન 86 રન બનાવીને જીત્યા બાદ જ પરત ફર્યો હતો.

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે સિરીઝની પહેલી મેચ કોલંબોમાં રમાઈ રહી છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ પ્રથમ વનડેમાં 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. 8 નંબર પર ઉતરનાર ચામિકા કરુનારાત્ને સૌથી વધુ અણનમ 43 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવ, લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ઝડપી બોલર દિપક ચહરે બે-બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પણ એક-એક વિકેટ મળી હતી. વરિષ્ઠ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર એક પણ વિકેટ લઈ શક્યો નહીં.

ઈશાને ડેબ્યું મેચમાં ફટકારી ફિફ્ટી ;

યુવા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન(Ishan Kishan) શ્રીલંકા સામેની પ્રથમ વનડેથી આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની પસંદગી ભારતના પ્લેઇંગ ઇલેવનમાં કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આજે ઇશાનનો જન્મદિવસ પણ છે. તે તેનો 23મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આ દિવસે વનડે ડેબ્યૂ તેના માટે બેવડી ખુશીની વાત હતી. આ સાથે, તે જન્મદિવસ પર વનડે ડેબ્યૂ કરનારો બીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે.

પૃથ્વી શૉએ કરી જોરદાર ઓપનિંગ ;

પૃથ્વીએ 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે બાઉન્ડ્રીથી જ 36 રન બનાવ્યા હતા. તેણે ચોગ્ગાની હેટ્રિક પણ લગાવી હતી. આ તેની વનડે કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ છે. અગાઉ 40 રન તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ હતી. આ તેની ચોથી વનડે મેચ છે. તેણે 22 બોલમાં 43 રન બનાવ્યા. તેણે 5.3 ઓવરમાં કેપ્ટન શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. ઓફ સ્પિનર ​​ધનંજય ડી સિલ્વાએ તેને આઉટ કર્યો.

https://www.youtube.com/watch?v=RYpYnkJ6Pr4

વન ડેમાં ભારત તરફથી અત્યાર સુધી 24 ખેલાડીઓએ કપ્તાની સંભાળી છે. ધવન ભારતીય ટીમનું નેતૃત્વ કરનારો 25 મો ખેલાડી બનશે. તેણે ટોસ પછી કહ્યું કે જો આપણે પણ ટોસ જીતી લેત તો આપણે પહેલા બેટિંગ કરી હોત. કારણ કે પાછળથી ઝાકળ તેની અસર બતાવી શકે છે. પૃથ્વી શો મારી સાથે ઇનિંગ્સ ખોલશે. ઇશન કિશન અને સૂર્યકુમાર તેની વનડે ડેબ્યૂ કરશે. કુલદીપ અને ચહલ પણ રમશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.