શુક્રવારે વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને હત્યા કરનારા ચારેય આરોપીઓને હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના વિચાર શેર કરી રહ્યા છે, જેમાં ઘણા તેલુગુ સ્ટાર અને બોલિવૂડ સ્ટાર પણ સામેલ છે. તો બીજી તરફ આર્ટિકલ 15 જેવી ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિન્હાએ એક પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, મુઝ્ઝફરનગર કેસને ન્યાય આપવા અંતે હજુ આવા કેટલા એન્કાઉન્ટરની જરૂર પડશે?
ફિલ્મમેકર અશોક પંડિતે લખ્યું કે, એન્કાઉન્ટમાં ચારેય રેપિસ્ટને મારી નાખવા બદલ હૈદરાબાદ પોલીસનો હું આભારી છું. તેમને જીવવાનો કોઈ અધિકાર નથી. જે પોલીસના આ એન્કાઉન્ટરનો વિરોધ કરી રહ્યા છે તેમણે ચૂપ થઈ જવું જોઈએ.
અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યું કે, જય હો, આરોપીઓનું એન્કાઉન્ટર કરવા બદલ તેલંગાણા પોલીસને અભિનંદન.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.