કંગનાએ કહ્યું હતું કે કોરોનાકાળમાં બીજા નિર્માતાઓ અને મોટા હીરો છુપાઇ રહ્યા છે ત્યારે પોતે બોલિવૂડને બચાવવા રૂ.100 કરોડની ફિલ્મ ‘થલાઇવી’ થિયેટરોમાં લાવી રહી છે.
⇒જોકે, ‘થલાઇ વી’ ને ૨૩ મી એપ્રિલે થિયેટરોમાં રજૂ કરવાની જાહેરાત થયા પછી કોરોનાની બીજી લહેરને કારણે રજૂઆત મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે કંગનાએ એવો ખુલાસો કર્યો હતો કે ફિલ્મના ડિજિટલ પ્રસારણના અધિકાર અમેઝોન(તમિલ) અને નેટફ્લિક્સ (હિન્દી)ને વેચવામાં આવ્યા છે, પરંતુ પ્રથમ થિયેટરોમાં રજૂ થયા પછી અમુક સમય બાદ તેનું પ્રસારણ તેઓ કરી શકશે. અલબત્ત કંગનાને ડિજિટલ પ્લેટફોર્મ માટે ફિલ્મ બનાવવામાં કોઇ વાંધો નથી.
પોતાના ♥‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ ♥ના બેનર હેઠળની પહેલી ડિજિટલ ફિલ્મનું નામ ‘ટીકૂ વેડસ શેરુ’ રાખવા પાછળ કંગનાની હિટ ફિલ્મ ‘તનુ વેડસ મનુ’ ની સફળતા ગણાય છે. આ ફિલ્મમાં પણ એક પ્રેમકહાની છે અને ડાર્ક હ્યુમર છે. કંગનાએ પોતાની કંપની દ્વારા નવોદિતોને તક આપવાની અને આજના જમાનાને અનુરૂપ ફિલ્મો બનાવવાની વાત કરી છે. કંગનાએ ગયા મહિને ફિલ્મોમાં પંદર વર્ષ પૂરાં કર્યાં ત્યારે પોતાની કારકિર્દીની સફળતાની સરખામણી શાહરૂખ ખાન સાથે કરીને ચર્ચામાં રહેવાનો પ્રયત્ન કર્યો હતો.
સંજય લીલા ભણશાલીની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ માં કામ કર્યા પછી આલિયા ભટ્ટ તેમની વેબસીરિઝ ‘હીરા મંડી’ માં કામ કરવાની હોવાની ખબર છે ત્યારે સોનાક્ષી સિંહાએ તો માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. સોનાક્ષીએ ઝોયા અખ્તરની વેબસીરિઝ ‘ફૉલેન’ માં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યા પછી ‘ટૉઇલેટ: એક પ્રેમકથા’ ના નિર્દેશક શ્રીનારાયણ સિંહની વેબ ફિલ્મ ‘બુલબુલ તરંગ’ માં કામ સ્વીકાર્યું છે.
તાજેતરમાં મુંબઇમાં લૉકડાઉન દરમ્યાન સોનાક્ષીએ પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપ્યું હતું. તેણે પોતાના વજનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર પોતે ‘વર્કઆઉટ ફ્રોમ હોમ’ કરતી હોવાની તસવીરો મૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.