ફિલ્મ જગતમાં ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના, સુપરસ્ટારના સેટ પરથી મળ્યો ખતરનાક બૉમ્બ!

ફિલ્મ જગતમાં ઘણી વખત સેટ પર નાની મોટી દુર્ઘટના ઘટતી હોય છે. પરંતુ આ વખતે જે ઘટના બની એ કંઈક ખુબ નવાઈ પમાડે તેવી છે. વાત છે “ધ એટરનલ્સ” ફિલ્મના શૂટિંગની. આ ફિલ્મનું શુટિંગ કરી રહેલી અભિનેત્રી એન્જેલિના જોલી અને અભિનેતા રિચાર્ડ મૈડેનના વિસ્તારમાં બૉમ્બ મળ્યા બાદ સેટથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર બૉમ્બ ડિફ્યુઝ કરનારા નિષ્ણાતોને ડિવાઇઝની મદદથી બૉમ્બ નિષ્ક્રિય કરવાની પરવાનગી આપવા માટે ફ્યુરીટેવેટુરા ટાપુના કૈનેરી દ્વીપ પર સ્થિત બેઝને ખાલી કરવો પડ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે આ બીજા વિશ્વ યુદ્દ દરમિયાન નાજિયો દ્વારા છોડવામાં આવેલો બેઝ રહી ગયો હશે. એક સૂત્રના જણાવ્યા મુજબ આ સ્પષ્ટ રૂપે ભયાનક હતો.

આ બૉમ્બ દાયકાઓથી રહ્યો હશે જેને આજ સુધી કોઈ અડ્યા નહીં હોય, અને જો અડ્યા હોત તો ઘણી મોટી દુર્ઘટના ઘટી હોત. દુનિયાના સૌથી મોટા સ્ટાર એ વખતે સ્ટેજ પર હતા અને બચવાનો કોઈ પણ ચાન્સ ન હતો. પરંતુ નસીબના ખેલ અને નિષ્ણાતોની સલાહથી સમગ્ર પરિસ્થિતિને નિપટવા માટે સફળ રહ્યા હતા. એન્જેલિના જોલી અને રિચાર્ડ મૈડેનની ફિલ્મ “સુપર હીરો”માં એટરનલ લીડર થૈના અને ઈકારિસનું પાત્ર નિભાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.