હજી તો સુશાંતસિંહ રાજપૂતના નિધનથી બોલિવૂડના આઘાત શમ્યો નથી ત્યાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર કે આર સચ્ચિદાનંદ ઉર્ફે સચ્ચીનું ગુરુવારે નિધન થયું હતું. 48 વર્ષીય સચ્ચિદાનંદનું કાર્ડિયાકની બિમારીને કારણે નિધન થયું હતું. મલયાલમ ફિલ્મ અય્યપનમ કોશિયુમ ફિલ્મથી સચ્ચિદાનંદ પ્રસિદ્ધ થયા હતા.
હાર્ટએટેકથી થયું મોત
સચ્ચિદાનંદની હાલત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. 16મી જૂને તેમનો હાર્ટ એટેક આવ્યો હતો. તેમને કેરળના ત્રિસૂર ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સચ્ચીના નિધનથી સિનેમા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અનેક હિટ ફિલ્મો આપી ચુક્યા છે સચ્ચિદાનંદ
સચ્ચિદાનંદે પૃથ્વી રાજ સુકુમારનને લઇને ફિલ્મ અય્યપનમ કોશિયુમનું નિર્માણ કર્યું હતું. જેને જોરદાર લોકપ્રિયતા હાંસલ થઈ હતી. તેમણે અનારકલી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેની બીજી જ ફિલ્મ અય્યપનમ કોશિયુમ બોક્સ ઓફિસ પર હિટ પુરવાર થઈ હતી. તેમાં પૃથ્વી રાજની સાથે બીજુ મેનનની મુખ્ય ભૂમિકા હતી.
એક્ટર દુલકર સલમાને તેમના નિધનને ફિલ્મ ઉદ્યોગનું મોટું નુકસાન ગણાવ્યું છે. આ સાથે તેમણે એક પોસ્ટ પણ શેર કરી છે. દુલકર સલમાન ઉપરાંત જોહન અબ્રાહમ, પૃથ્વીરાજ સુકુમારાન સહિતના અભિનેતાઓ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.