શ્રીવાસ્તવ 1995થી 2017 સુધી એટલે કે 6 વખત જીતતા આવ્યા છે અને આ બેઠકની જીત તેમને જાળવી રાખી હતી
News Detail
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપે ટિકિટ કાપીને મારું અપમાન કર્યું છે. મારા સમર્થકો અને કાર્યકરોના અનુરોધ સાથે હું અપક્ષમાં ચૂંટણી લડવા જઈ રહ્યો છે. જો કે, દર વખતે જીતતા આવતા ઉમેદવારને કાપવામાં આવતા તેઓ નારાજ થયા હતા અને તેમને ભાજપ સામે બળવો કરી અપક્ષમાં ચૂંટણી લડવા માટે નિર્ધાર કર્યો છે.
1995થી 2017 સુધી જીત અપાવી
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને તે વડોદરા લોકસભા બેઠક હેઠળ પણ આવે છે. આ બેઠક 1962થી 1985 સુધી કોંગ્રેસ પાસે હતી. જે પછી મધુ શ્રીવાસ્તવ 1995થી 2017 સુધી એટલે કે 6 વખત જીતતા આવ્યા છે અને આ બેઠકની જીત તેમને જાળવી રાખી હતી. મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડશે તો ભાજપને આદિવાસી મતોનું નુકશાન પણ થઈ શકે છે.
આજે વડોદરાના હનુમાનજીના મંદિરમાં દર્શન કર્યા બાદ મધુ શ્રીવાસ્તવ સમર્થકો સાથે વાઘોડિયા પહોંચ્યા હતા. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયામાં રેલી કાઢીને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કરશે. ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. જેથી તેમની ટક્કર કોંગ્રેસ, આપની સાથે સાથે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પણ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.