News Detail
આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને યોજાશે. ગુજરાતમાં ગત વખતની જેમ જ બે તબક્કામાં મતદાન થવાની શક્યતા. હિમાચલની ચૂંટણીનું ટાઈમ ટેબલ જાહેર થયા બાદ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટાઈમ ટેબલ જાહેર થશે. જેથી બની શકે છે કે, બન્ને વિધાનસભાના રીઝલ્ટ એક જ તારીખે આવે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને દિવાળી બાદ રાહ જોવાતી તેને લઈને આજે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બરના અંત સુધીમાં યોજવામાં આવી શકે છે.
જો કે બીજું મતદાન 1થી 5 ડિસેમ્બરની વચ્ચે યોજવામાં આવી શકે છે. હિમાચલમાં જે રીતે 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ત્યારે સાથે પરીણામો પણ જાહેર થઈ શકે છે. આજે મતદાનના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની અરજીઓ ભરવાની તારીખો અને ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત કરવાની તારીખો પણ જાહેર કરવામાં આવશે.
આ વખતે ત્રિપાંખીયા જંગ
ભાજપ અને કોંગ્રેસ આ બન્ને પાર્ટીઓ 182 વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડતી આવી છે. ત્યારે આ વખતે પ્રથમ વખત આપ પાર્ટી જોડાતા, ત્રિ પાંખીયા જંગ જોવા મળશે. કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપ તરફથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં પણ વિલંબ થઈ શકે છે. તેવી જ રીતે બની શકે છે કોંગ્રેસ પણ ભાજપ પછી જ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે. જો કે, આપ પાર્ટીએ 108 નામો જાહેર કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.