પંજાબમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. દરરોજ નવા નવા મુદ્દાઓ પર રાજનીતિ થઈ રહી છે. એવામાં સૌથી વધારે ચર્ચાતું નામ કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુનું રહ્યું છે. હવે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે, શા માટે આમ આદમી પાર્ટી સાથે મેળ ન આવ્યો? વાતચીત કેમ સફળ ન થઈ એ અંગે ચોખવટ કરી દીધી છે.અને સિદ્ધુએ કહ્યું કે, મેં મારા માટે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટની કોઈ વાત કરી ન હતી.
જ્યારે મિટિંગ થઈ ત્યારે અરવિંદ કેજરીવાલ એવું ઈચ્છતા હતા કે, હું અભિયાન શરૂ કરૂ અને તેમણે એવું કહ્યું હતું કે, હું સિસ્ટમમાં આવ્યા વગર જ સિસ્ટમને બદલી શકું એમ છું. કેજરીવાલ પણ એવું ઈચ્છતા હતા કે, હું વિધાનસભાની ચૂંટણી લડું. અને આમ આદમી પાર્ટીનો આખા પંજાબમાં પ્રચાર કરૂ. મારી પત્ની પાસે ચૂંટણી લડાવશે. એને મંત્રી બનાવશે. આ માટે તેમણે દુર્ગેશ પાઠક અને સંજયસિંહને મારા ઘરે મોકલ્યા હતા. જોકે, હું એને મળી શક્યો નથી. પછી એની સાથે મારી મુલાકાત થઈ મેં એમને એવું પૂછ્યું કે, શું મારે રાજ્યસભા છોડી દેવી જોઈએ. પણ તેમણે એ મુદ્દા પર ભાર આપ્યો કે, હું માત્ર અભિયાન શરૂ કરૂ. પણ એવું શક્ય ન હતું. કોંગ્રેસમાં જોડાયા બાદ એવા રીપોર્ટ આવતા રહ્યા કે અને કોંગ્રેસના સિદ્ધુ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાતચીત થઈ રહી છે.
ગત વર્ષે મેં કરેલા ટ્વીટને લઈ કેટલીક અટકળો વ્યક્ત થઈ રહી હતી. રાજકીય લોબીમાં આવી વાત હતી કે, હું આમ આદમી પાર્ટીમાં જવાનો છું. પંજાબમાં વિપક્ષમાં રહેલા આમ આદમી પાર્ટીએ એક રાજકીય નેતા તરીકે મારા દરેક વિઝન પર કામ કર્યું અને માની પણ લીધું હતું. જોકે, અંતે કોઈ વાત થઈ ન હતી. સિદ્ધુએ ઉમેર્યું કે, તમે કલ્પના કરો કે, ચાર વખત સાંસદ રહી ચૂકેલો વ્યક્તિ પંજાબ આવે છે અને કહે છે કે, હું પંજાબ માટે આવ્યો છું. એ જ વ્યક્તિ પછી છોટેપુરમાં એવું કહે કે, ભગવંત માને એમને કહ્યું કે, સિદ્ધુ પાર્ટીમાં આવશે તો આપણા દરવાજા બંધ થઈ જશે.
જોકે, સિદ્ધુ હંમેશા પોતાના વલણ અને આક્રમકતાને કારણે ચર્ચામાં રહ્યા છે. આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે હું કોઈ પદ કે ખુરશી માટેની રેસમાં નથી. પણ કોંગ્રેસને પંજાબમાં મજબુત કરવા માટે તેઓ મેદાને ઊતર્યા હતા.અને આ ચૂંટણીના માહોલ વચ્ચે તેમણે પ્રશાંત કિશોર અંગે પણ વાત કહી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલા પ્રશાંત કિશોર સાથે 70 વાર મુલાકાત થઈ છે. એ સમયે મને કોંગ્રેસ જોઈન કરવાની ઓફર હતી. પણ પંજાબમાં હાલ સ્થિતિ રાજકીય રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.