રાજકોટમાં હાલ તાપમાનનો પારો ૨૦ ડીગ્રીએ નોંધાયો છે. અને હજુ આગામી દિવસોમાં તાપમાન ૧૫થી ૧૭ ડિગ્રી થાય તેવી આશંકા વર્તાઈ રહી છે
News Detail
આ વર્ષે ઠંડી મોળી શરૂ થઈ છે રાજકોટમાં છેલા થોડા દિવસથી તાપમાન થોડું ઠંડું થયું છે. રાજકોટમાં હાલ તાપમાનનો પારો ૨૦ ડીગ્રીએ નોંધાયો છે. અને હજુ આગામી દિવસોમાં તાપમાન ૧૫થી ૧૭ ડિગ્રી થાય તેવી આશંકા વર્તાઈ રહી છે. રાજ્યમાં ચૂંટણી સાથે ઠંડીની મોસમ પણ જામી ચૂકી છે. ૧૧ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં ૧૪.૬ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રી ઘટાડો નોંધાયો હતો. સામાન્ય રીતે નવેમ્બરના ચોથા સપ્તાહમાં નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે જતો જ હોય છે. બીજી તરફ ગાંધીનગરમાં ૧૪.૮ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. આગામી ૩ દિવસ રાજ્યમાં ૧૫ થી ૧૭ ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે. રાજકોટમાં આજે વહેલી સવારે ૨૧.૫ ડિગ્રી લઘુતમ જ્યારે આજે દિવસ દરમિયાન ૩૩ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ૩ દિવસ રાજ્યમાં ૧૭ થી ૧૯ ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેશે. હવામાન વિભાગે આગાહી કરી હતી આગામી શનિવારથી ઠંડીનું જોર વધશે અને તાપમાન ૧૬ ડિગ્રીથી નીચે જઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.