નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 52 કરોડના ખર્ચે 1223 મીટરના નવા નિર્માણ કરાયેલા અતુલ – દિવેદ (એલ.સી. નં -94B) રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ ઓવરબ્રિજ દ્વારા કોસ્ટલ હાઈવેને જોડતા ભગોદ, ઉમરસાડી તેમજ દમણ જવા માટે ટૂંકી કનેક્ટીવીટી મળશે. વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રિજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે. ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ઓવરબ્રિજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી મળશે અને રેલવે ફાટકની સમસ્યા રહેશે નહીં. લોકોના કિંમતી સમય અને પેટ્રોલની પણ બચત થશે જેના કારણે પર્યાવરણને પણ ફાયદો થશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધીમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની તાસીર બદલી નાંખી છે. ત્યારે ૨૦૧૪થી લોકોએ એમને વડાપ્રધાન તરીકે દેશના પ્રતિનિધિ બનાવ્યા બાદ એમના નેતૃત્વમાં દેશમાં એક નવું જ પરિવર્તન આવી રહ્યું છે. તેના પરિણામરૂપે આજે સમગ્ર વિશ્વમાં જી-૨૦ સમૂહોના દેશનું આજે નેતૃત્વ કરીને ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યું છે એનો સૌથી વધું યશ દેશના યુવાઓને જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.