અક્ષય પોતાની મહેનતના દમ પર આજે એક સક્સેસફુલ સુપર સ્ટાર છે. એટલું જ નહિ, તેઓ એક લક્ઝરી લાઇફસ્ટાઇલ પણ જીવે છે અને એ પાછળનો રાઝ એમની મહેનત અને સતત પરિશ્રમ. તો આજે તમને અક્ષય કુમારની લાઈફ સ્ટાઇલ અંગે જણાવશું, જે અંગે લગભગ તમામ લોકો જાણે છે.
અક્ષય કુમાર તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે તેથી જ તેઓ દરરોજ સવારે ખુબ જલ્દી જાગી જાય છે અને રાત્રે 9 વાગ્યે સૂઈ જાય છે. એટલું જ નહીં જો આ સમય દરમિયાન તેઓ શૂટિંગ પર હોય તો તેઓ નાઇટ શિફ્ટ ન કરવાનો પ્રયાસ કરે છે જેથી તેમની દિનચર્યામાં ખલેલ ન પહોંચે.
જોકે અક્ષયને ભોજનમાં ઘણી વસ્તુઓ પસંદ છે પણ તેને ઘરે બનાવેલો ખોરાક પસંદ છે. તેમને ગુજરાતી ફૂડ પણ ખૂબ ગમે છે. સવારે તે ઇંડા, પરાઠા અને જ્યુસ જેવા ભારે નાસ્તાનું સેવન કરે છે. જ્યારે લંચમાં અક્ષયને રોટલી-સબ્જી અને દાળ-ભાત ખાવાનું પસંદ છે. તે જ સમયે રાત્રિભોજન વિશે વાત કરીએ તો તેઓ હળવા ખોરાક, સલાડ, સૂપ વગેરે ખાય છે.
અક્ષય કુમારના પાર્કિંગમાં એકથી વધુ લક્ઝરી કાર છે. તેની પાસે રોલ્સ રોયસ ફેન્ટમ (અંદાજે 5 કરોડ રૂપિયા ), રેન્જ રોવર વોગ (અંદાજે 2.7 કરોડ રૂપિયા), બેન્ટલી કોનિનેટલ ફ્લાઇંગ સ્પુર (અંદાજે 3.4 કરોડ રૂપિયા ), પોર્શ સિને (અંદાજે 1 કરોડ રૂપિયા ) અને મર્સિડીઝ જીએલએસ ( 28 લાખ રૂપિયા) જેવી લક્ઝરી કારો છે.
અક્ષય કુમારે પણ પોતાની મહેનતના આધારે ઘણું કમાયું છે, જેના કારણે તે એક સફળ વ્યક્તિ છે. તેની કુલ સંપત્તિ વિશે વાત કરતા, મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે અક્ષયની નેટવર્થ લગભગ 2414 કરોડ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.