આજકાલ મોબાઇલમાં અનેક સુવિધાઓ મળે છે. હાલમાં જ whatsapp પર કેશબેકનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને ત્યારે હવે લોનનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. મુંબઈમાં આવેલી પર્સનલ લોન પ્લેટફોર્મ CASHe એ WhatsApp ક્રેડિટ લાઇન સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે અને જેના દ્વારા WhatsApp યુઝર્સ કોઈપણ ડોક્યુમેન્ટેશન, એપ ડાઉનલોડ કે એપ્લીકેશન વગર ઈન્સ્ટન્ટ લોન લઈ શકે છે અને આ સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે CASHeના ઓફીશિયલ WhatsApp નંબર પર “Hi” લખવું પડશે. કંપનીનો દાવો છે કે આ પ્રકારની સેવા આપનાર પ્રથમ ફિનટેક એન્ટરપ્રાઇઝ છે.
CASHeની મદદથી લોન લેવા માટે યુઝર્સે સૌથી પહેલાં +91 80975 53191 નંબર સેવ કરવો પડશે અને ત્યારબાદ ચેટ બોક્સમાં જઇને HIનો મેસેજ કરવો પડશે. એટલું કર્યા પછી મેસેજ મોકલતા જ તમારી પાસે બે વિક્લ્પ આવશે. ગેટ ઇંસ્ટેટ ક્રેડિટ અને ઓપ્શન ત્યારબાદ લોન લેવા માટે તમારે ગેટ ઇંસ્ટેટ ક્રેડિટ પર ક્લિક કરવું પડશે પછી PAN CARDમાં જે નામ લખ્યું છે તે, નામ લખો અને આ બાદ CASHeની પોલિસી ટર્મ્સ અને કંડિશન કન્ફર્મ કરવાનું રહેશે તેમજ આ પ્રોસેસ બાદ તમારો પાન કાર્ડ નંબરને કન્ફર્મ કરો અને પાન કાર્ડ નંબર ચેક કર્યા બાદ DOB પર ક્લિક કરો હવે બોટ તમારૂ KYC ચેક કરશે અને આ માટે પ્રોસીડ ટુ ચેક પર ક્લિક કરો હવે KYC કન્ફર્મ કર્યા બાદ એડ્રેસ જોવા મળશે, જેને કન્ફર્મ કરો અને આ બધી જાણકારી ચેક કર્યા બાદ ખબર પડશે કે તમને લોન મળશે કે નહી.
આ ફિચરમાં એઆઇ- પાવર્ડ મોડથી KYC ચેક અને વેરીફિકેશન પ્રોસેસને પુરી કરવામાં આવશે અને આ બાદ તમારી ક્રેડિટ લાઇન નક્કી કરવામાં આવશે. જેથી તમને વધુમાં વધુ કેટલી લોન ઓફર કરવામાં આવશે, તે અંગે જાણકારી આપવામાં આવશે અને તમે આપેલી થોડી જાણકારી મુજબ ક્રેડિટ લાઇન નક્કી કરવામાં આવશે. આ લોન ફક્ત પગારદાર વ્યક્તિને જ આ લોન આપવામાં આવશે.
CASHeના સ્થાપક અને ચેરમેન, વી. રમણ કુમારે કહ્યું હતું કે, “આ અમારો ગ્રાહકનો પ્રથમ અભિગમ છે. આજના સ્માર્ટ ઉપભોક્તાઓ ત્વરિત અને કોન્ટેક્ટલેસ સપોર્ટ ઇચ્છે છે. WhatsApp પર રજૂ કરવામાં આવેલ અમારી AI-સક્ષમ ચેટ પ્રોડક્ટ આ દિશામાં એક પગલું છે અને અમે માનીએ છીએ કે આ ઉદ્યોગ-પ્રથમ અને નવીન સેવા અમારા ગ્રાહકોને સશક્ત બનાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.