સિગરેટ પીવાના કારણે એક મહિલાની આંગળીઓ ખરી રહી છે. ખાસ વાત એ છે કે તેની કોઈ સારવાર પણ નથી. પહેલા તો મહિલાની આંગળીઓનો રંગ પર્પલથી કાળો થઈ ગયો. પછી આંગળીઓ ખરવા માંડી. આ 48 વર્ષીય મહિલાનું નામ મેલિંડા જાનસેન વેન વુરેન છે. તે સાઉથ આફ્રિકાની રહેવાસી છે. મહિલાએ કહ્યું કે, વર્ષ 2021ના ઓક્ટોબરથી જ તેના હાથોમાં બદલાવ આવવા માંડ્યો હતો. અને પહેલા તો તેના હાથોને તાપમાનમાં બદલાવ સહન કરવામાં પ્રોબ્લેમ થવા માંડ્યો અને તે નરમ પડવા માંડી.
જ્યારે મહિલાની આંગળીઓ કાળી પડી ગઈ, ત્યારે ડૉક્ટરે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેની આંગળીઓમાં બદલાવ સ્મોકિંગના કારણે થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ બીમારી ખૂબ જ દુર્લભ છે. જેમા નાના અને મધ્યમ બ્લડ વેસલ્સમાં લોહીનો ગથ્થો બનવા માંડે છે અને તેના પર સોજો આવી જાય છે. મેલિંડાને જ્યારે ખબર પડી કે આ બધુ સ્મોકિંગના કારણે થઈ રહ્યું છે તો તેણે સિગરેટ પીવાનું છોડી દીધુ. તેણે જણાવ્યું કે, તે 13 વર્ષની ઉંમરથી જ સ્મોકિંગ કરી રહી હતી. તે દિવસમાં 15 સિગરેટ પી જતી હતી. સ્મોકિંગ છોડ્યા બાદ પણ તેની આંગળીઓ ખરી રહી છે.અને તેના જમણા હાથની ત્રણ આંગળીઓનો ઉપરનો હિસ્સો અને ડાબા હાથની એક આંગળી ખરી ગઈ છે.
મેલિંડાએ કહ્યું, હું મારા હાથોનો ઉપયોગ નથી કરી શકતી. હું ખાવાનું પણ નથી ખાઈ શકતી. સાફ-સફાઈ કરવી, વાળ ઓળવા, ન્હાવુ, આમાંથી કોઈપણ કામ હું નથી કરી શકતી. મને દુઃખાવામાં રાહત નથી મળી રહી. મેલિંડા કહે છે. હું પર્સનલ આસિસ્ટન્ટ અને એક ક્વોલિફાઈડ નેલ ટેક્નિશિયન છું.અને હું મારા હાથોના કામ માટે જાણીતી હતી પરંતુ, હવે હું તે નથી કરી શકતી. હું છેલ્લાં ઓક્ટોબર મહિનાથી લખી પણ નથી શકતી.
ડૉક્ટરોએ કહ્યું કે, તેઓ મહિલાને રાહત મળે તે માટે કંઈ નથી કરી શકતા. આથી, તેણે પોતાની આંગળીઓના એક-એક કરીને ખરવાની રાહ જોવી પડી રહી છે. મેલિંડાએ આગળ કહ્યું કે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તેની કોઈ સારવાર નથી. ડૉક્ટરોએ આંગળીઓના આપમેળે ખરવાની રીત અપનાવી છે. મેલિંડાએ કહ્યું કે, આ મારા જીવનનો સૌથી ચેલેન્જિંગ સ્ટેજ છે. આ બીમારી સાથે લડવામાં મેં આંસુઓ અને હિંમતથી કામ લીધુ છે. મેલિંડા હવે લોકોને સિગરેટ ન પીવાની સલાહ આપી રહી છે.અને જેથી, કોઈ અન્ય સાથે આવુ ના થાય. તેણે કહ્યું કે, સિગરેટ છોડવામાં પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.