ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલ વસો તાલુકા ઝારોલ ગામમાં આજે ધુળેટીના પર્વને લઇ ગામમાં આવેલ તળાવમાં બે કિશોરો ન્હાવા પડ્યા હતા. જોકે ન્હાવા પડેલ કિશોરો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા મોતને ભેટ્યા હતા. અને સમગ્ર બનાવને પગલે તહેવાર ટાણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બન્ને કિશોરોના મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને બન્ને કિશોરો પ્રિતેશ અજીતભાઈ સોલંકી (ઉંમર 15 વર્ષ) અને સાગર અજીતભાઈ સોલંકી (ઉંમર 14 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.