તાળું તોડ્યા કે સળિયા વાળ્યા વિના લોકઅપમાંથી ભાગ્યો ચોર જાણો વિગતવાર

મોટાભાગે ફિલ્મોમાં જોવા મળે છે કે પોલીસ પહેલા ખૂબ મુશ્કેલી બાદ ચોરને પકડે છે અને પછી તેને જેલના સળિયા પાછળ કેદ કરી દે છે પરંતુ, ક્યારેક ક્યારેક ચોર પોલીસને છેતરીને સળિયાને તોડીને ભાગી જાય છે પછી પોલીસ તેની પાછળ ભાગે છે.અને કહાની જરૂર ફિલ્મી છે પરંતુ મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં કંઈક એવું જ થયું છે પરંતુ અહીં ચોર જે રીતે ભાગ્યો તે ચોંકાવનારું છે. તે તાળું તોડ્યા વિના, સળિયા વાળ્યા વિના ભાગ્યો. મહારાષ્ટ્રમાં ચોરના ફરાર થવાની રીતને જોઈને પોલીસકર્મીઓના હોંશ ઊડી ગયા. ચોરે ન તાળું તોડ્યું અને ન તો સળિયા વાળ્યા છતા તે પોલીસ લોકઅપમાંથી ફરાર થવામાં સફળ રહ્યો.

મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં એક પોલીસ સ્ટેશનથી ચોર ભાગવામાં સફળ થઈ ગયો. જોકે પોલીસ ચોરને પાછી પકડવામાં સફળ રહી ત્યારબાદ ચોરને ડેમો દેખાડવા માટે કહેવામાં આવ્યું કે તે કઈ રીતે તાળું તોડ્યા વિના અને સળિયા વાળ્યા વિના ભાગવામાં સફળ થયો હતો. પૂણે નાસિક હાઇવે પાસે એક પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી એક ચોર ગાયબ થઈ ગયો હતો. હેરાનીની વાત એ હતી કે લોકઅપનું તાળું બંધ હતું. અને લોખંડના સળિયા પણ જેવા ને તેવા હતા છતા ચોર કઈ રીતે ભાગી ગયો? પોલીસને લાગ્યું કે ક્યાંક ચોર પાસે કોઈ દિવ્ય શક્તિ તો નથી.

ચોર એકદમ પાતળો હતો અને તેનો ફાયદો તેણે ઉઠાવ્યો. તે પાતળો હોવાના કારણે લોકઅપના સળિયામાંથી સરળતાથી નીકળીને બહાર આવી ગયો હતો. ચોરની વાતો પર પહેલા પોલીસ અધિકારીઓને વિશ્વાસ ન થયો તો પોલીસકર્મીઓએ ચોરને સળિયા વચ્ચેથી નીકળવા કહ્યું. જ્યારે ચોર તેમની સામે પણ પહેલાંની જેમ સળિયામાંથી નીકળી ગયો તો તેમને હેરાની થઈ.અને હવે આગામી સમયમાં એવી ઘટના ન થાય તે માટે હવે પિંપરી ચિંચવાડના ચાકન પોલીસ સ્ટેશનના અધિકારી લોકઅપમાં જાળ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.