તાજેતરમાં જ પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામમાં પંજાબ સિવાયના ચાર રાજ્યોમાં ભાજપને ખૂબ સારી સફળતા મળી છે. ત્યારે હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારી કરી દેવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લઈને પણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે નરેશ પટેલ રાજકારણમાં સક્રીય થશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓ વચ્ચે તમામ રાજકીય પક્ષો દ્વારા નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. અને ત્યારે કોંગ્રેસના ટંકારા ધારાસભ્ય લલિત કગથરા આ બાબતે મોટું નિવેદન સામે આવ્યું છે.
ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે, રાહુલ ગાંધીને કોંગ્રેસના 25 જેટલા સભ્યો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને નરેશ પટેલને આવકારવા કોંગ્રેસ તૈયાર છે. અને નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં આવતા હોય તો તેના કરતા બીજું સારું શું હોઈ શકે.
કગથરાએ તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યારે દ્વારકામાં આવ્યા હતા ત્યારે અમે તેમને રૂબરૂ મળવા જવાના હતા પરંતુ સંજોગો અનુસાર અને રાહુલ ગાંધીને મળી શક્યા ન હતા.અને તેને લઈને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ રીતે ગુજરાતમાં જીત તરફ આગળ વધી શકે તે બાબતે ચર્ચા કરવા માટે રાહુલ ગાંધીને એક પત્ર લખવામાં આવ્યો છે.
નરેશ પટેલને લઈ નિવેદન આપતા કોંગ્રેસના ધારાસભ્ય કગથરાએ કહ્યું કે, મનોહરસિંહ જાડેજા વખતથી નરેશ પટેલ અને તેમના પરિવારના સભ્યો કોંગ્રેસની સાથે જોડાયેલા છે.અને એક બાદ એક રાજકીય પક્ષ દ્વારા હવે નરેશ પટેલને પોતાના પક્ષમાં સમાવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.