રાશિ ભવિષ્યમાં જાણો to કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ: માનસિક બેચેની રહે, નકારાત્મક વિચારોનો ત્યાગ કરી દેવો, સ્વાસ્થ્ય મધ્યમ રહે, વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડે.

વૃષભ: રોકાણ કરવાની યોજનાઓ આજે મુલતવી રાખવી, માતા-પિતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી, નોકરિયાત વર્ગ માટે ઉત્તમ દિવસ અને સ્વાસ્થ્ય મધ્યમ રહે.

મિથુન: સફળતાની સફર પાર કરશો, કેન્દ્રનું સ્થાન પ્રાપ્ત કરશો, ઉતાવળીયો નિર્ણય ટાળવો, વૈવાહિક જીવનમાં સમય કાઢી શકશો.

કર્ક: ભૌતિક સુખ પ્રાપ્ત થશે, જીવનસાથીનો સાથ સહકાર મળી રહે, પરિવારમાં સૂમેળ રહે અને વાહન ધીમે ચલાવવું.

સિંહ: સાર્વજનિક જગ્યા અને પરિવારમાં વાણી અને વ્યવહાર સમજી વિચારીને કરવો, કાર્યક્ષેત્ર પર બૃદ્વિ અને વિવેકથી કામ લેવું, ઠંડા પદાર્થોથી સાચવવું..

કન્યા: કોઇપણ મહત્ત્વપૂર્ણ સોદો અથવા યોજના પોતે લેપા પહેલા કોઇ અનુભવી અથવા વડીલની સલાહ મુજબ કરવાથી નુકસાનથી બચી શકાય.

કન્યા: આજે સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જેવું રહે, દિવસની શરૂઆતમાં જ શરીરમાં કમજોરી અનુભવાય, આજે અધિક લાભ આળસના કારણે પણ ગુમાવી શકો.

તુલા: આજે શુભ ફળદાયી દિવસ રહે, તમારા કાર્યક્ષેત્રમાં સહયોગ મળશે અને પરિવારમાં પણ આનંદ રહે.

વૃશ્વિક: આજે તમે વિરોધી અને પ્રતિસ્પર્ધાત્મક લોકો જોડે રહીને પણ લાભ મેળવશો, આજે તમારા આંતરિક મનમાં અલગ વિચારો ચાલશે, તેમજ પરિવારમાં સૂમેળ રહે.

ધન: આજે તમારી બૌદ્વિક ક્ષમતા સતત વિકસિત રહેશે, જેના લીઘે પરિવાર અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્ય પણ કરી શકો.

મકર: મનોકામના પૂરી ન થાય અથવા તો તમારા પ્રમાણે ન થતા આજે ગુસ્સો અને જીદ રહેશે, નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીથી તકલીફ રહે, વિદ્યાર્થીઓ માટે મહેનત રહેશે.

કુંભ: આજે જરૂર પ્રમાણે ખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં નવા પ્રયોગ અજમાવશો, ધાર્મિક પૂજા-પાઠ અથવા તીર્થ યાત્રાની યોજના બને.

મીન: સામાન્ય ફળદાયી દિવસ રહેશે, નાની વાતને મોટું સ્વરૂપ આપી વાદ-વિવાદ થાય તેમજ સ્વાસ્થ્ય સારું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.