દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમ રાજસ્થાન રોયલસ (RR) વિરુદ્ધ મેચમાં લક્ષ્યની નજીક પહોંચીને હારી ગઈ. અને પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 222 રનોનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં રમતા દિલ્હી કેપિટલ્સ 207 રનોના સ્કોર સુધી જ પહોંચી શકી. નો બોલ ન આપવાને લઈને મેદાનમાં હોબાળો પણ થયો. રિષભ પંતે આ બધા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રિષભ પંતે કહ્યું કે મને લાગે છે કે તેઓ આખી મેચમાં સારી બોલિંગ કરી રહ્યા હતા પરંતુ અંતે પોવેલે અમને ચાન્સ આપ્યો.
તેણે કહ્યું મને લાગ્યું કે નો બોલ અમારા માટે કિંમતી હોય શકે છે પરંતુ તે મારા નિયંત્રણમાં નથી. હાં નિરાશ છું પરંતુ તેની બાબતે વધારે કશું જ કરી શકતો નથી. દરેક નિરાશ હતું કે તે (કમર) નજીક પણ નહોતો. મેદાનમાં બધાએ જોયું અને મને લાગે છે થર્ડ અમ્પાયરે હસ્તક્ષેપ કરવો જોઈતો હતો અને કહેવું જોઈતું હતું કે આ નો બોલ હતો. રિષભ પંતે નો બોલ બાબતે આસિસ્ટન્ટ કોચ પ્રવીણ આમરેને મોકલવાની ઘટનાને ખોટી ગણાવી.અને તેણે કહ્યું કે એ નિશ્ચિત રૂપે યોગ્ય નહોતું પરંતુ જે અમારી સાથે થયું તે પણ યોગ્ય નહોતું.
આ બાબતે હોબાળો થઈ ગયો. બંને તરફથી ભૂલ હતી પરંતુ નિરાશાજનક છે કેમ કે ટૂર્નામેન્ટમાં અમે સારી અમ્પાયરિંગ જોઈ છે. જ્યારે વિપક્ષીએ 200 કરતા વધુ રન બનાવ્યા હોય અને નજીક જઈને એમ થવું નિરાશ કરનારું છે. મને લાગે છે કે અમે વધારે સારી બોલિંગ કરી શકતા હતા. મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને બેટિંગ માટે આમંત્રિત કરી હતી.અને પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે જોસ બટલર 116, દેવદત્ત પડિક્કલ 54 અને સંજુ સેમસનની 46 રનની ઇનિંગની મદદથી સીમિત 20 ઓવરમાં 222 રન બનાવ્યા હતા.
દિલ્હી તરફથી ખલીલ અહમદ અને મસ્તફિઝુર રહમાને 1-1 મળી હતી. 223 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે પણ સારી શરૂઆત કરી. તે રિષભ પંત 44, પૃથ્વી શૉ 37, લલીત યાદવ 37, રોવમન પોવેલ 36, ડેવિડ વોર્નર 32 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 207 રન જ બનાવી શકી.અને રાજસ્થાન રોયલ્સ તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાને સૌથી બધુ 3 વિકેટ મળી, રવિચંદ્રન અશ્વિનને 2 અને યુઝવેન્દ્ર ચહલ અને મેકોયને 1-1 વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.