સાઉથના આ સુપરસ્ટાર સાથે ફિલ્મમાં કામ કરવા સલમાન ખાને રાખી આટલી શરત જાણો વિગતવાર

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન હવે સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી પ્રેક્ષકોનું દિલ જીતશે. અને સલમાન ખાન ફિલ્મ ‘ગોડફાધર’ થી ઓફિશિયલ રીતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

સુપરસ્ટાર ચિરંજીવીએ સોશિયલ મીડિયા પર સલમાન ખાન સાથેનો ફોટો શેર કરીને આ વાતની માહિતી આપી છે. તેમજ નવા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન ‘ગોડફાધર’માં ફ્રીમાં કામ કરશે.અને સલમાનને આ ફિલ્મ માટે ફીના સ્વરૂપે મોટી રકમ ઓફર કરવામાં આવી હતી, પણ તેને ફ્રીમાં કામ કરવાનો નિર્ણય લીધો છે.

રિપોર્ટના અનુસાર, ‘ગોડફાધર’માં સલમાન ખાન ચિરંજીવીનો જોઈન્ટ એક્શન સીન પણ રાખવામાં આવશે. આટલું જ નહીં, પણ બંને ફિલ્મમાં એક આઈટમ સોંગ પર ડાન્સ પણ કરતા જોવા મળશે. ચિરંજીવી સાથે કામ કરવા માટે સલમાન ખાનને આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયાની ફીની ઓફર આપવામાં આવી હતી, જેને લેવાની સલમાન ખાને ના પાડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.