ગુજરાતમાં MBBS માટે 5 વર્ષની ફી 1 કરોડ અને યુક્રેનમાં હોસ્ટેલ ફી સહિત 22 લાખનો ખર્ચ જાણો વિગતવાર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે કારણે ત્યાં એમબીબીએસ કરવા ગયેલા તમામ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓ મેડિકલનું ભણવા શા માટે યુક્રેન જેવા દેશમાં જાય છે? આવો જાણીએ.યુક્રેનથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓ, મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે વાત કરતા બહાર આવ્યું કે ગુજરાતમાં એમબીબીએસ કરવું ખુબ મોંઘુ છે જયારે વિદેશમાં ખુબ સસ્તું છે. મેડીકલમાં જવા માંગતા કોઈ વિદ્યાર્થીને જો ઊંચા મેરીટમાં સ્થાન મળે તો જ તે સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરીને MBBS કરી શકે છે.

સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને માત્ર રૂ. 25 હજાર વાર્ષિક ફી ભરવી પડે છે પરંતુ ખાનગી મેડીકલ કોલેજો કે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને એક વર્ષની અંદાજીત 20 લાખ કે તેથી વધુ ફી ભરવી પડે છે એટલે કે MBBSના પાંચ વર્ષની ફી ગુજરાતમાં 1 કરોડ કે તેથી વધુ થાય છે જયારે યુક્રેન જેવા દેશમાં માત્ર 22 લાખમાં આખું એમબીબીએસ થઇ જાય છે અને તેમાં રહેવા-જમવા, હોસ્ટેલ, શિક્ષણ સહીતની તમામ ફી અને ખર્ચાનો પણ સમાવેશ થઇ જાય છે.

એકબાજુ આખા ગુજરાતમાં મેડીકલમાં પ્રવેશ માટે 5508 સીટ ઉપલબ્ધ છે જેની સામે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 15 હજારથી વધુ થાય છે. અને એક્સપર્ટે કહ્યું કે ગુજરાતમાંથી દર વર્ષે 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેડીકલનું ભણવા વિદેશ જાય છે.

ભારતમાં મેડિકલમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખથી વધારે અને જેની સામે બેઠકો 60-65 હજાર, મેરિટ ઊંચુ જતું હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ જાય છે

ઓછા ટકા હોય અને મેડિકલ કરવું હોય તેવાં બાળકો વધુ વિદેશ જાય છે.
દેશમાં ઊંચુ મેરિટ અને ફી સહિતનો ખર્ચ હોવાથી વિદ્યાર્થીઓ વિદેશ જવાનું પસંદ કરે છે.અને ઓછા ટકા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ વિદેશ પ્રથમ પસંદ બને છે.અને વિદેશની કોલેજોમાં પ્રવેશ પણ સરળ હોય છે.
ડૉ. વિજય પોપટ, વાઈસ પ્રેસિડન્ટ, રાષ્ટ્રીય ઈન્ડિયન મેડિકલ એસો.

ભારતમાં મેડિકલની 60થી 65 હાજર સીટો જ છે જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા લાખથી વધુ છે. તેથી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જાય છે.અને વિદેશમાં MBBSનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ભારતમાં એનએમસીની પરીક્ષા આપવી પડે છે.

અહીંનું મેરિટ ખૂબ ઊંચું રહે છે, અહીં એક વર્ષની ફી બરાબર વિદેશમાં 5 વર્ષની ફી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.