વલસાડમાં એકજ જગ્યાએ વર્ષોથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની આખરે બદલીઓ કરવામાં આવી છે અને બદલીઓ નો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો જેમા વલસાડમાં ઘણા લાંબા સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની આખરે બદલીઓ કરવામાં આવી છે.
વર્ષોથી એકજ જગ્યાએ ફરજ બજાવતા હોવાઅંગે રેન્જ આઇજી સુધી ફરિયાદ ઉઠતા આખરે વલસાડ જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલા દ્વારા વલસાડ શહેરના સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાયની જિલ્લા પોલીસ હેડ ક્વોર્ટરમાં બદલી કરવામાં આવી છે.જ્યારે વલસાડ રૂરલ પોલીસ મથકના કોન્સ્ટેબલ કમલેશ મણિલાલને વાપી ટાઉન પોલીસ મથકે અને રૂરલના જ એક બીજા કોન્સ્ટેબલ વરુણ દિપકભાઇની ભીલાડ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.બદલીના હુકમના પગલે પોલીસ બેડામાં આ મેટર ચર્ચાનો વિષય બની હતી કારણ કે વલસાડ સિટી પોલીસ અને રૂરલ પોલીસ મથકના 3 પોલીસ કોન્સ્ટેબલો એકજ જગ્યાએ વર્ષોથી દબદબો ધરાવતા હતા જેઓની વર્ષો બાદ બદલી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.