CBIએ મંગળવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઘરે છાપેમારી કરી છે અને આ છાપેમારી તેમના દિલ્હી અને મુંબઈ સિવાય તામિલનાડુના સિવગંગઇ અને ચેન્નાઈ સ્થિત આવાસ પર કરવામાં આવી છે અને CBIની આ છાપેમારી મની લોન્ડ્રિંગ કેસમાં કરવામાં આવી છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ પર ઘણા કેસ ચાલી રહ્યા છે. તેમાં INX મીડિયાને ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)નો ક્લિયરેન્સ મળવાનો પણ કેસ સામેલ છે, જે લગભગ 305 કરોડ વિદેશી ફંડ સાથે જોડાયેલો છે.
આ કેસ ત્યારનો છે જ્યારે ચિદમ્બરમ નાણાં મંત્રી હતા. તેને ધ્યાનમાં લઈને જ આ છાપેમારી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ એજન્સીએ કાર્તિ વિરુદ્ધ નવો કેસ દાખલ કર્યો છે, જે વિદેશોથી મળેલા પૈસા સાથે જોડાયેલો છે. આ પૈસા વર્ષ 2010-14 દરમિયાન હાંસલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં નીચલી કોર્ટે એરલેસ મેક્સિસ ડીલ કેસમાં ચાલેલી સુનાવણી બાદ પી. ચિદંબરાંને જામીન આપતા વિદેશ જવાની મંજૂરી આપી હતી.અને આ કેસ CBI અને એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી નોંધવામાં આવ્યો હતો.
આ લોકોએ પંજાબના માનસામાં સહિત એક પાવર પ્રોજેક્ટમાં કામ કરવા માટે ભારત આવવાનું હતું.અને એક અધિકારીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ એક ખાનગી કંપની દ્વારા ચાલી રહ્યો હતો. એજન્સીના અધિકારિઓનું કહેવું છે કે તપાસ આગળ વધારવા પર હોમ મિનિસ્ટ્રીના તાત્કાલિન અધિકારી પણ તપાસના દાયરામાં આવી શકે છે. કાર્તિ ચિદમ્બરમના પિતા પી. ચિદમ્બરમ વર્ષ 2008થી વર્ષ 2012 દરમિયાન દેશના ગૃહ મંત્રી હતા. આ દરમિયાન છાપેમારીને લઈને કાર્તિ ચિદમ્બરમનું રીએક્શન પણ સામે આવ્યું છે અને તેમણે તેના પર કટાક્ષ કર્યો છે. અને કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરી કે, મને તો હવે યાદ પણ નથી કે, કેટલી વખત આ બધુ થયું છે. તેનો એક રેકોર્ડ જરૂર હોવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.