ક્રિકેટર વિરાટ કોહલીના 4 ફેન્સને બેંગ્લોરમાં પોતાના પસંદગીના સ્ટાર સાથે સેલ્ફી લેવા માટે સુરક્ષા ઘેરાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.અને પોલીસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.અને પોલીસના જણાવ્યા મુજબ તેમની વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી ફેન્સમાંથી એક કાલાબૂરાગી અને અન્ય બેંગ્લોરથી છે અને જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટના ભારત અને શ્રીલંકા વચ્ચે ડે-નાઇટ ટેસ્ટના બીજા દિવસે એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં થઈ.
આ ચારેય પર સુરક્ષા પ્રોટોકૉલના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. અને રવિવારે રાતે લગભગ સવા દસ (10:15) વાગ્યે ક્રિકેટર સાથે સેલ્ફી લેવા માટે સુરક્ષાકર્મીઓને છેતરીને આ ચારેય અચાનક વિરાટ કોહલી તરફ ભાગ્યા.અને જોકે વિરાટ કોહલીએ પોતાના ફેન્સને રોક્યા પરંતુ હવે તેના ફેન્સ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે.અને કબ્બન પાર્ક પોલીસે તેમને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધા. આ ઘટના શ્રીલંકન ઇનિંગની છઠ્ઠી ઓવરની છે. આરોપીઓમાંથી બે સગીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી માટે બેંગ્લોર બીજું ઘર છે કેમ કે તેની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા આ જ શહેરથી આવે છે.
મેચની ભારતીય ટીમે બેંગ્લોર ડે-નાઈટ ટેસ્ટ પર પોતાની પકડ મજબૂત બનાવી રાખી છે. ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 252 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી લાસિત એમ્બુડેનિયા અને જયવિક્રમાએ 3-3 વિકેટ લીધી જ્યારે ધનંજયા ડિસિલ્વાએ 2 અને લકમલે 1 વિકેટ લીધી. શ્રીલંકન ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 109 જ બનાવી શકી. ભારત તરફથી સૌથી વધુ વિકેટ જસપ્રીત બૂમરાહે (5) લીધી. તો મોહમ્મદ શમી અને અશ્વિનને 2-2 વિકેટ જ્યારે અક્ષર પટેલને 1 વિકેટ મળી અને બીજી ઇનિંગમાં ભારતીય ટીમે 303 રન બનાવીને દાવ ડિક્લેર કરતા લીડ સાથે જ 447 રનોનું વિશાળ લક્ષ્ય રાખ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.