શાહિદની ફિલ્મ કબીર સિંઘ રિલીઝ થઈ ત્યારે દર્શકોમાં આ ફિલ્મનો જબરો ક્રેઝ જામ્યો હતો.આ ફિલ્મે ખાસ્સી કમાણી કરી હતી અને શાહિદ તેમજ કિઆરાને લોકોએ ખૂબ જ પસંદ કર્યાં હતાં અને તેનાં ગીતોથી માંડીને શાહિદ અને કિઆરાની એક્ટિંગને પણ વધાવી લેવામાં આવી હતી. આ ફિલ્મ તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક હતી. ફિલ્મનું ડાયરેક્શન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું હતું. કહેવાય છે કે ડાયરેક્ટર સંદીપ રેડ્ડી હાલ આ ફિલ્મના બીજા પાર્ટ પર કામ કરી રહ્યાં છે. તાજેતરમાં જ આ સમાચાર ફાઇનલ કરવામાં આવ્યા છે, સંદીપ રેડ્ડી તરફથી આ વાત કન્ફર્મ થઇ ચૂકી છે કે કબીર સિંઘનો બીજો ભાગ ચોક્કસ આવશે.
હાલ તેની વાર્તા ઉપર કામ ચાલી રહ્યું છે. વાર્તાને પહેલી ફિલ્મ કરતાં પણ વધારે દમદાર બનાવવી પડશે, કારણ કે પહેલા ભાગને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો તો સ્વાભાવિક છે કે બીજા ભાગમાં પણ લોકો સારી વાર્તા જોવાની આશા રાખે.કબીર સિંઘ બાદ બીજા સમાચાર એવા પણ આવી રહ્યા છે કે ફિલ્મ ભુલભુલૈયા-૩ પણ આવે તેવી શક્યતા છે. ભુલભુલૈયાએ ઘણી કમાણી કરી છે.
આ ફિલ્મને પણ લોકો પસંદ કરી રહ્યાં છે, ભુલભુલૈયામાં મૂળ અક્ષય હતો, તેના બીજા ભાગમાં કાર્તિકને લેવામાં આવ્યો હતો, કાર્તિકને લેવાથી ઘણાં લોકો ખુશ થયા છે તો ઘણાએ નિરાશા વ્યક્ત હતી. ઘણાંને કાર્તિક ગમ્યો હતો તો ઘણાએ તે અક્ષય જેવું અને જેટલું સારું કામ ન કરી શકે એમ પણ કહ્યું હતું, તેથી શક્યતા છે કે ભુલભુલૈયા-2માં અક્ષય અને કાર્તિક બંનેને સાથે સાઇન કરવામાં આવશે. જો એમ થશે તો ખરેખર મજા આવશે. પણ અહીં ડાયરેક્ટરે એક વાત જાણવી જરૂરી છે, ફિલ્મની વાર્તા દમદાર હશે તો કોઇ પણ એક્ટર કે એક્ટ્રેસ ચાલે પણ ગમે તેવી સ્ક્રીપ્ટ ન ચાલે. જો વાર્તા મજેદાર ન હોય તો દર્શકોને ફિલ્મી પડદે ખેંચી લાવવા મુશ્કેલ થઇ જશે, કારણ કે હવે બધાં જ સારી વાર્તા હોય, દમદાર હોય તો જ ફિલ્મ જોવા જાય છે તે નક્કી છે.અને આ બંને ફિલ્મોની બાકીની સ્ટાકરકાસ્ટ યથાવત્ રહેશે કે કેમ તે તો આપણને સમય આવ્યે જ જાણ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.