અમદાવાદ માં બાબુ દાઢી ના જુગાર ના અડ્ડા પર છાપોમારી ને,18 જુગારીઓ ને ઝડપી લેતું ક્રાઈમ બ્રાન્ચ જાણો..

અમદાવાદ માં આખરે બાબુ દાઢી ના જુગાર ધામ ઉપર ક્રાઈમ બ્રાન્ચે છાપો મારી ને સ્થળ ઉપર થી 18 જુગારીઓ ને જુગાર રમતા ઝડપી લીધા છે અને રૂ.50 લાખ નો મુદ્દામાલ પણ કબ્જે લીધો હોવાની વાતની માહિતી મળી છે.

અત્રે નોંધનીય છે કે અગાઉ બાબુ ના ચાલતા જુગારધામ પર સવાલ ઉઠ્યા હતા ત્યારે તેણે સેવાકીય ટ્રસ્ટ ચલાવતા હોવાનું જણાવ્યું હતું હવે સવાલ એ ઉભા થઇ રહયા છે કે શું તેમના સેવાકીય ટ્રસ્ટ માં રેડ પડી છે ? અને જે ઈસમો પકડાયા તે સેવાકીય પ્રવૃતિ કરી રહેલા છે ? અને જો એમ ન હોય તો ટ્રસ્ટ ના નામ ઉપર જુગરધામ ચાલી રહ્યું છે ? આવા ઘણા બધા સવાલો ઉઠી રહયા છે.

ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી ત્યાં સુધી સાબરમતી પોલીસ શુ કરતી હતી ? બાબુ અને સાબરમતી પોલીસ મથક માં જુગલબંધી હોવા અંગે પણ સવાલો ઉઠવા પામ્યા છે તે અંગે ઉપરી પોલીસ અધિકારીઓ એ તપાસ કરવી જોઈએ.
બીજી મહત્વ ની વાત એ છે કે અગાઉ જ્યારે દરિયાપુર માં આવું જ કંઈક બન્યું હતું અને જીમખાના માં ચાલતા જુગરધામ મામલે આરોપી ઉપર પાસા ની કાર્યવાહી કરવામાં આવી હતી તો આ પ્રકરણમાં શુ બાબુ સામે આવી કાર્યવાહી થશે ખરી ?

એટલુંજ નહિ આ પ્રકરણમાં જવાબદાર પોલીસ સામે પણ કાર્યવાહી થઈ હતી તો બાબુ ને છાવરનાર સાબરમતી પોલીસ મથક ના પીઆઇ ઠાકર અને ડી સ્ટાફ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ખરી ?અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા આ પ્રકરણમાં શુ પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.