કર્ણાટકની એક કોલેજથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે દેશભરમાં ફેલાઈ ગયો છે. રાજકીય હસ્તીઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સે પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ગત રોજ કંગના રનૌતે હિજાબ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ કહ્યું હતું કે જો તમારે હિંમત બતાવવી હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ન પહેરીને બતાવો.અને હવે કંગનાના આ નિવેદન પર શબાના આઝમીની પ્રતિક્રિયા સામે આવી છે.
કંગનાની પોસ્ટ પર રિએક્ટ કરતાં શબાના આઝમીએ લખ્યું, ‘જો હું ખોટી છું તો મને સાચી પાડો.અને અફઘાનિસ્તાન એક ધાર્મિક રાજ્ય છે અને જ્યારે મેં છેલ્લીવાર ચેક કર્યું ત્યારે ભારત એક ધર્મનિરપેક્ષ લોકશાહી ગણતંત્ર હતું.’
કંગના રનૌતે લખ્યું, ‘જો તમારે હિંમત બતાવવી હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ન પહેરો અને પોતાને પિંજરામાંથી મુક્ત કરતા શીખો.’
જાન્યુઆરીમાં ઉડુપીની એ કોલેજમાં કેટલીક વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા બદલ વર્ગમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.અને આ બાબતને લઈને એક વિદ્યાર્થીનીએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી અને હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી માંગી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.