ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનનો તહેવાર મહાશિવરાત્રિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શંકરની પૂજા કરે છે. દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 1 માર્ચ, મંગળવારના રોજ છે. અને ભોલેનાથને સમર્પિત મહાશિવરાત્રિના દિવસે પંચગ્રહી યોગની રચનાને કારણે આ દિવસનું મહત્વ વધી રહ્યું છે.
આ વર્ષે મહાશિવરાત્રિ પર ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે.અને મકર રાશિના બારમા ભાવમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે. મંગળ, બુધ, શુક્ર, ચંદ્ર અને શનિ બિરાજમાન થશે.મહાશિવરાત્રિના દિવસે સવારે 11.47 થી 12.34 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. બપોરે 02 થી 07 થી 02 વાગ્યા સુધી વિજય મુહૂર્ત 53 મિનિટ સુધી રહેશે. સંધ્યાકાળ મુહૂર્ત સાંજે 05.48 થી 06.12 સુધી રહેશે.
ફાગણ માસની મહાશિવરાત્રિને વર્ષની સૌથી મોટી શિવરાત્રિમાંથી એક માનવામાં આવે છે. અને આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવુ જોઈએ પછી ઘરમાં પૂજા સ્થળ પર જળથી ભરેલું એક કળશ સ્થાપિત કરવું અને બાદમાં કળશની પાસે ભગવાન શિવ અને માતા પાર્વતીની મુર્તીઓની સ્થાપના કરો. ત્યાર બાદ ભગવાન શિવ અને માતા પાર્વતીને અક્ષત, પાન, સોપારી, કંકુ, નાડાછડી, ચંદન, લવિંગ, એલચી, દૂધ, દહીં, મધ, ઘી, ધતુરો, બીલીપત્ર અને ફળ ચઢાવો. અંતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરવી જોઈએ.
માટી કે તાંબાના વાસણમાં પાણી અથવા દૂધ ભરીને શિવલિંગ પર બિલ્વપત્ર, આકડો-ધતુરાના ફૂલ, અક્ષત વગેરે ચઢાવવું જોઈએ મહાશિવરાત્રિના દિવસે શિવ પુરાણ અને મહામૃત્યુંજય મંત્ર અથવા શિવના પંચાક્ષર મંત્રનો પાઠ,અને ॐ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. મહાશિવરાત્રીએ ત્રણ પ્રહરના જાગરણનો પણ નિયમ છે.
શાસ્ત્રો અનુસાર નિશીથ કાળમાં મહાશિવરાત્રિની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.અને જો કે ભક્તો તેમની અનુકૂળતા મુજબ ભગવાન શિવની પૂજા કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.