અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટ પર પેસેન્જરોને મુકવા આવતા કાર ચાલકોને દસ મિનિટથી વધારે સમય થાય તો નીકળતી વખતે ચાર્જ ચૂકવવો પડતો હતો. હવે કોઇ ચાર્જ ચુકવવો પડશે નહિ. વધારે સમય માટે કાર ચાલક ઉભો હશે તો તેને પાર્કિંગ એરિયામાં કાર પાર્ક કરવાની સૂચના આપી દેવાશે જેથી કારની લાઇનો થાય નહિ.
આજ સુધી દસ મિનિટમાં કાર ચાલક બહાર નીકળી જાય તો કોઇ ચાર્જ નહોતો. પરંતુ દસ મિનિટનો સમય ખૂબ જ ઓછો હતો અને પેસેન્જરને મુકીને દસ મિનિટમાં બહાર નીકળતી વખતે ગાડીઓની લાંબી કતારો હોવાના કારણે બુથ સુધી પહોંચતા 15 થી 20 મિનિટનો સમય થઇ જાય તો ચાર્જ ચૂકવવો પડતો હતો. જેના કારણે કાર ચાલક અને ચાર્જ વસૂલ કરનાર વચ્ચે રકઝક થતી હતી. હવે 10 મિનિટ કે 20 મિનિટમાં કાર ચાલક સરળતાથી નીકળી જશે અને નીકળવાના રસ્તાઓ પરથી બુથ હટાવી લીધા છે એટલે ગાડીઓની લાંબી લાઇનો થશે નહિ.
જો કે, વધારે સમય એરપોર્ટ પર ઉભા રહેવું હશે તો તેણે પાર્કિંગ એરિયામાં કાર પાર્ક કરવી પડશે અને તેનો ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ર્ટિમનલમાં પાર્કિંગ એરિયામાં અડધો કલાકના રૂ.90 અને બે કલાકના રૃ.150 ચાર્જ નક્કી કર્યા મુજબ લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.