ઇલું ઇલુંના વીડિયો અંગે ભરતસિંહ આવ્યા સ્પષ્ટતા કરવા જાણો શુ કહ્યું…

રંગરેલીયા મનાવતા વીડિયો અંગે ભરતસિંહે સ્પષ્ટતા કરી છે અને જેમાં ભરતસિંહે જણાવ્યું છે કે મારા રાજકીય જીવનમાં કોઈ પોલીસ કેસ થયા નથી અને રામ મંદિર બંધાય તો ભરતને આનંદ થાય છે. તથા ચૂંટણી આવી એટલે મારા નિવેદનો પર વિવાદ થયો છે. તેમજ લગ્નજીવનમાં નાની-મોટી તકલીફ તો રહે જ છે.

તેમજ કયા ઘરમાં લગ્નજીવનમાં પ્રશ્ન નથી.અને મારી પાસે કેટલાય પુરાવા છે તે કોર્ટમાં રજૂ કરીશ. તથા લગ્નજીવનની વાતો ડિબેટમાં કરવાથી કોઈ ફાયદો નથી. આપણો દેશ સ્ત્રી દાક્ષ્યણ વાળો રહ્યો છે અને મારી તબિયતની ચિંતા કરી નથી મારી મિલકતમાં રસ છે. તથા મારી કાર, AC વેચી દીધા, નોકરોને પણ કાઢી મુક્યા છે. તથા હું ક્યારે મરુ અને મિલકત મળે તેનું જ ધ્યાન છે આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકિય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિ ગત રીતે જે વિવાદો મારી સામે ચાલ્યાં છે. આવા વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ના સમજાઈ. રામનું મંદિર બને અને ભરતને ના ગમે! હું વર્ષોથી કહેતો આવ્યો છું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી આણંદના ઈલુ-ઈલુ પ્રકરણને લઈ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં 4 અલગ-અલગ વીડિયોમાં ભરતસિંહ અને 24 વર્ષીય યુવતી રૂમમાં દેખાય છે અને એ બંનેને ભરતસિંહના બીજા પત્ની રેશમા પટેલે રંગેહાથ ઝડપી પાડયા હતા. જેના 4 વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ સમગ્ર પ્રકરણની કોંગ્રેસ હાઈકમાન્ડે નારાજગી સાથે ગંભીર નોંધ લીધી છે અને વાસ્તવિક સ્થિતિ શું છે? તેનો રિપોર્ટ પ્રદેશ નેતાગીરી પાસેથી માગવામાં આવ્યો હોવાનું સૂત્રો કહે છે અને ભરતસિંહના ઈલુ-ઈલુ પ્રકરણનો મુદ્દો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. ખુદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ ફરિયાદો કરી છે.અને જેમાં કહેવાયું છે કે, એક તરફ પક્ષના નેતાઓ-કાર્યકરો ચૂંટણી ટાણે મજૂરી કરે છે ને બીજી તરફ સિનિયર નેતા જ કોંગ્રેસ પક્ષને કઠેડામાં મૂકે છે. જેના કારણે પક્ષને નુકસાન થાય છે અને મહેનત ઉપર પાણી ફરી વળે છે. હાઈકમાન્ડે ઠપકો આપવો જોઈએ કે, ભરતસિંહ સોલંકી સુધરે અથવા તો પછી રાજકારણ છોડી દે, કાંતો જાહેર માફી માગીને હવે પછી આવી કોઈ હરકત ના કરે તે માટે ઠપકો આપવો જોઈએ. આ ઘટનાના વીડિયો હાઈકમાન્ડ સુધી પહોંચ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.