વિરમગામમાં જીતને લઇ હાર્દિક પટેલે શું કર્યો મોટો દાવો જાણો, ગઇકાલે લાગ્યા હતા હાર્દિક વિરૂદ્ધના પોસ્ટરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવે. આ સાથે કહ્યું હતું કે, લોકશાહીના મહાપર્વને મનાવવા તમામ લોકોને અપીલ કરું છું કે મતદાન કરે અને આ સાથે હાર્દિકની પત્ની કિંજલ પટેલે પણ હાર્દિકની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

હાર્દિક પટેલને ભાજપે વિરમગામથી ટિકિટ આપ્યા બાદ આજે મતદાનના દિવસે હાર્દિકે મોટું નિવેદન આપ્યું છે. હાર્દિકે જણાવ્યું હતું કે, 10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે. ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવે. આ તરફ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન પણ થશે તેવું ઉમેર્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના મતદાન બાદ અનેક અટકળો ચાલી રહી છે. પરંતુ મતદાન ભાજપના તરફેણમાં થયું છે અને ગુજરાતમાં ભાજપના કારણે મોટા પાયે વિકાસ લક્ષી કાર્યો થયા છે.

આ તરફ હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કિંજલ પટેલે જણાવ્યું હતું કે, વિરમગામમાં કોંગ્રેસના શાસનથી લોકો કંટાળ્યા છે. 8 ડિસેમ્બરે હાર્દિક પટેલની જીત નક્કી છે ને આ સાથે તેમણે લોકશાહીના મહાપર્વને મનાવવા તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

આ તરફ મતદાનના એક દિવસ પહેલા વિરમગામમાં હાર્દિક પટેલનો મતદાનની આખરી ઘડીએ વિરોધ થયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં’, ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’ , ‘જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય’, ‘જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?’જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે અને મતદાનના એક દિવસ પહેલા આવા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.