ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) છેલ્લાં 15 દિવસથી સુરતમા આવેલા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં IPLની તૈયારી કરી રહી હતી. અને બુધવારે નેટ પ્રેકટીસનો અંતિમ દિવસ હતો અને તાલીમ પુરી કર્યા પછી સુરતને અલવિદા કહેતા સમયે રવિન્દ્ર જાડેજાએ ગુજરાતી ફેન્સને ગુજરાતી ભાષામાં અનુરોધ કર્યો હતો. CSKની ટીમ 15 દિવસથી સુરતમાં હતી અને ક્રિક્રેટના ચાહકોનો મેદાન પાસે ભારે જમાવડો રહેતો હતો પરંતુ બાયોબબલને કારણે ખેલાડી લોકોને મળી શકતા નહોતો. ખાસ કરીને સુરતીઓ મહેન્દ્ર સિંહ ધોનીને જોવા માટે આતુર હતા.
જયારથી એવી જાહેરાત થઇ હતી કે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ સુરતમાં 15 દિવસ માટે પ્રેકટીસ કરવા માટે આવવાની છે ત્યારે સુરતીઓના આનંદનો પાર નહોતો.અને લાલભાઇ સ્ટેડીયમ પર અને ખેલાડીઓ જયાં રોકાયા હતા તે હોટલ પર લોકોની દરરોજ ભારે ભીડ રહેતી હતી. પરંતુ કોરોના મહામારીના પ્રોટોકોલને કારણે ખેલાડીઓ માટે બાયો બબલની વ્યવસ્થા કરવાને કારણે ખેલાડીઓને કોઇ મળી શકતું નહોતું. પત્રકારોને પણ મળવા જવાની છુટ નહોતી.
રવિન્દ્ર જાડેજાએ આગળ કહ્યુ કે,હું બધા ગુજરાતી ફેન્સને અનુરોધ કરવા માંગુ છું કે જયારે પણ ચેન્નાઇ સુપર કિંગ્સની મેચ હોય ત્યારે તમે જોર જોર અને ખુશીથી સીટીઓ વગાડજો જેથી અમારા ઉત્સાહમાં વધારો થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.