રાજકોટની માધાપર ચોકડી પાસે મોડીરાત્રે નવા બની રહેલો ઓવરબ્રિજ નો કેટલોક હિસ્સો તૂટી પડતા તકલાદી કામ ની પોલ ખુલી ગઇ છે અને અગાઉ થોડા દિવસ પહેલા અમદાવાદ માં પણ આવી જ ઘટના બની હતી.
રાજકોટ માં હજુ ચાલુ બાંધકામ માં જ જો ઓવરબ્રિજ તૂટી જતો હોય તો બની ગયા પછી શું ન થાય તે સવાલો ઉઠી રહયા છે.
સદનસીબે આ ઘટના રાત્રે બની પણ દિવસે જો આ કાટમાળ હાઈવે પર પડત તો અનેક વાહનચાલકો અહીં થી પસાર થતા હોય મોટી દુર્ઘટના સર્જાવાની શકયતા હતી પરંતુ મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. જોકે આ ઘટના માં બે મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નો હિસ્સો એક તરફ નમી પડતા રાતોરાત અધિકારીઓ દોડી ગયા હતા. ગંભીર બાબત તો એ છે કે
ઓવરબ્રિજના મુખ્ય પિલરો જ નમી પડ્યા છે. બીજી તરફ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાનિ ટળી છે અને ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર પડત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. રાજકોટમાં અમદાવાદની જેમ બ્રિજનું કાચુ બાંધકામ ધરાશાયી થતા લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.