રેશમા પટેલે હાર્દિક પટેલ અંગે નિવેદન આપ્યા બાદ હવે અનામત આંદોલન વખતે હાર્દિકની પડખે રહેલા મનોજ પનારાએ એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. અને મનોજ પનારાએ કહ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી હાર્દિક પટેલને લઈને મીડિયામાં જુદા જુદા સમાચાર ચાલી રહ્યા છે.
જુદી જુદી વિચારસરણી અનુસાર લોકો વિચારતા હોય છે. પણ આજે પણ હાર્દિક પટેલ કોંગ્રેસમાં છે, આવનારા દિવસોમાં પણ કોંગ્રેસમાં રહેવાના છે. મારૂ એવું માનવું છે કે, હાર્દિક પટેલ આંદોલન કરીઓનું, સમાજનું કે ગુજરાતની પ્રજાનો દ્રોહ નહીં કરે. તે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય. આમ છતાં આવતીકાલે આવી કોઈ ભૂલ કરે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ,ક્યાંક એવું કોઈક પગલું ભરી લે તો મારૂ માનવું એવું ચોક્કસ છે. જે પ્રકારે અમે આંદોલન કરી સરકાર સામે લડ્યા. સરકારે 10 ટકા આર્થિક અનામત આપવું પડ્યું. આયોગ નિગમ આપવું પડ્યું.અને સરકારે પણ અમારી પર જે જુલમ કર્યા, અમારા પર જે અત્યાચાર કર્યા, બેન દીકરી પર અત્યાચાર કર્યા.
અનેક ખોટા કેસ કર્યા. આ બધુ કર્યા બાદ એક પણ આંદોલનકારી ભાજપમાં જાય નહીં.અને આ સપનામાં પણ વિચારી ન શકે કે ભાજપમાં જવું જોઈએ. જે સરકાર સામે અમે પાંચ વર્ષ સુધી લડતા હોઈએ એમાં આ હાર્દિક પટેલ અને તેની ટીમમાંથી કોઈ જવાનું નથી. પણ કોઈની વિનાશકાળે વિપરીત બુદ્ધિ થાય કોઈ એવું ખોટું પગલું ભરે તો કોઈ આંદોલન કારી એની સાથે નહીં જાય. છેલ્લા દસ વર્ષથી ભાજપનો ઈતિહાસ જે ગુજરાતમાં છે. જેમાં એને કોંગ્રેસના લીડરને લીધા હોય કે અન્ય લીડરને લીધા હોય, ,સામાજિક આગેવાનોને લીધા હોય કે નિવૃત અધિકારીઓને પક્ષમાં લીધા હોય. એનો ઈતિહાસ એવો છે કે, યુઝ એન્ડ થ્રો. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી રાખે અને પછી એ કોણ અને અમે કોણ. આવું ભાજપ અપનાવે છે.
આવા અનેક નામ હું આપને આપી શકું, નામમાં અંદર નહીં ઊતરતા આ બધી બાબત હાર્દિક પટેલ જાણે છે. એટલે મને નથી લાગતું કે તે આવી કોઈ પ્રકારની ભૂલ કરે. ખાસ તો ભાજપમાં જવાની.અને કદાચ એ ભૂલ કરે તો અમારી જે ટીમ છે એમાંથી તો કોઈ એને સાથ નહીં આપે, કારણ કે કોઈ ભાજપમાં જવા તૈયાર નથી. એમનો જવાનો વિષય બનતો જ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.