નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં એના સસ્પેન્સ વચ્ચે ખોડલધામ ટ્રસ્ટની બેઠક શરૂ થઈ છે. આ બેઠક રૂટિન હોવાનું આગેવાનો કહી રહ્યા છે. બેઠક પહેલા નરેશ પટેલે જવાબ દેવાનું ટાળ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ એવો દાવો કર્યો છે કે, આજની બેઠકમાં રાજકારણની કોઈ ચર્ચા નહીં કરવામાં આવે. પણ હકીકત એવી છે કે, રાજકારણમાં પ્રવેશને લઈને નરેશ પટેલ હજુ અનિર્ણિત છે.અને હવે મારે લાંબો સમય નથી ખેંચવો, ટૂંક સમયમાં હું નિર્ણય જાહેર કરીશ. આ મહિનાના અંત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ખોડલધામ ટ્રસ્ટની બેઠક પર IB સહિતની એજન્સીઓની એક નજર છે. જેના પર એક રીપોર્ટ તૈયાર કરીને તેઓ સરકારને સુપ્રત કરશે. 20 મિનિટ સુધી ખોડલધામ ટ્રસ્ટની આ બેઠક ચાલું રહી હતી. નરેશ પટેલે કહ્યું હતું કે, પટેલ ફાઉન્ડેશન કલ્ચરલ ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમાજ સોમનાથ તથા ખોડલધામ ટ્રસ્ટની આ રેગ્યુલર મિટિંગ હતી. જેમાં ટ્રસ્ટની પ્રવૃતિઓ અને આગળના કાર્યક્રમોની આમાં ચર્ચા થતી હોય છે. આ સાથે હિસાબ રજૂ થતા હોય છે. કન્વીનરો પણ ક્વાર્ટરલી મળતા હોય છે. એના પ્રશ્નો અને આગળની પ્રવૃતિની ચર્ચા થતી હોય છે. ખોડલધામની અંદર અમે ક્યારેય રાજકીય વાત કરતા નથી. જે આવી ચર્ચા થાય છે એ બહાર થાય છે. હજુ કેટલાક લોકો સર્વે કરી રહ્યા છે. પ્રશાંત કિશોર એ મારા મિત્ર છે. અમે ઘણા જૂના મિત્રો છીએ. અવારનવાર એને મળવાનું થાય છે.અને હમણાના દિવસોની વાત નથી. તેમણે જે નિર્ણય ગઈકાલે લીધો છે એ એનો પર્સનલ પ્રોફેશનલ નિર્ણય છે.
તેમણે કહ્યું હતું કે, એમાં હું કોઈ કમેન્ટ ના આપી શકુ. બહું ટૂંક સમયમાં હું જાહેર કરીશ કે રાજકારણમાં આવવું છે કે નહીં. હવે લાંબો સમય મારે પણ નથી ખેંચવો. મીડિયાને પણ હેરાન નથી કરવા. ટૂંક સમયમાં હું જાણ કરીશ. મારા રાજકારણમાં જવાનું થશે તો પણ પ્રશાંત કિશોર મારી સાથે ઊભા રહેશે. એવી મને પૂરેપૂરી આશા છે. શ્રાવણ મહિનામાં મહાસભાની તારીખ જાહેર કરાશે. હાલ ખૂબ ગરમી પડી રહી છે. પ્રશાંતે પક્ષમાં ન જોડાવવાની વાત કરી છે. રાજકારણમાં આગળ નહીં વધે એવી કોઈ વાત કરી નથી. એ ઘણી પાર્ટી સાથે જોડાયેલા છે. અહીં એનું પૂર્ણવિરામ થાય એવું હું નથી માનતો.અને ગઈકાલે જે એને નિર્ણય લીધો એ એનો પર્સનલ અને પ્રોફેશનલ છે. એમાં હું કંઈ ન કહી શકું. આ મહિનાના અંત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આ બેઠકમાં ગુજરાતભરના પાટીદાર આગેવાનો તથા ખોડલધામના ટ્રસ્ટીઓ ખાસ હાજરી આપી રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક 12 વાગ્યા આસપાસ શરૂ થઈ હતી. નરેશ પટેલ સહિત 50થી વધારે આગેવાનો ઉપસ્થિત છે. આ અંગે નરેશ પટેલે કહ્યું કે, દર ત્રણ મહિને ટ્રસ્ટીઓની બેઠક બોલાવવામાં આવે છે. આ એક રૂટિન બેઠક છે. ટ્રસ્ટના પ્રશ્નો અને આગળની કાર્યવાહીની આપ લે થશે. રાજકીય મુદ્દાઓ અંગે ટ્રસ્ટની મિટિંગ પૂર્ણ કરીને મીડિયા સાથે વાતચીત કરીશ. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, સરદાર પટેલ ફાઉન્ડેશન રાજકોટ અને લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સોમનાથ એમ ત્રણ જુદા જુદા સંગઠોનોની મિટિંગ છે.અને સામાજિક કાર્યક્રમો અંગે ચર્ચા કરવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.