19 વર્ષની લેડીડોન રેખા જે FB પર લાઈવ થઇ ગાળો આપે છે પોલીસે શું કહ્યું જાણો….

ઘણી વખત યુવાનો નાની ઉંમરમાં અવળા રસ્તા પર ચઢ્યા હોવાના કિસ્સાઓ સામે આવે છે અને નાની ઉંમરમાં કોઈ અસામાજિક તત્ત્વોની ગેંગમાં જોડાઈને યુવાનો કે પછી યુવતીઓ ભાઈગીરી કરતી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આજે એવી જ એક 19 વર્ષની લેડીડોનની વાત કરવી છે કે, તે ગેંગવોરના ધંધા સાથે જોડાઈ ગઈ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના વિરોધીઓને એવા અપશબ્દો કહેતી હતી કે જેને સાંભળતા જ કાનમાંથી લોહી નીકળવા લાગે.

પણ હવે આ લેડીડોન પોલીસના સંકજામાં આવી ગઈ છે. આ લેડીડોનનું નામ છે રેખા મીના અને આ લેડીડોન રાજસ્થાનની રહેવાસી છે અને તે સોશિયલ મીડિયા પર અલગ-અલગ ગીત પર વીડિયો બનાવવાથી લઇને દારુ પાર્ટી કરવાની ખૂબ જ શોખીન છે. પણ હવે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. આ લેડીડોન રાજસ્થાનની છે. તે રાજસ્થાનના ટોડાભીમના નાંગલા લાટની રહેવાસી છે. લેડીડોન રેખા મીનાએ બાળપણમાં જ માતાને ગુમાવી હતી. ત્યારબાદ તેના પિતાએ તેનો ઉછેર કર્યો. શાળામાં અભ્યાસ કરતી દીકરી રેખા મીના ક્યારે ક્રાઈમની દુનિયામાં ચાલી ગઈ તે બાબતે તેના પિતાને પણ ખબર નથી.

હાલ લેડીડોન રેખા મીનાનું વર્ચસ્વ એટલું છે કે તે જ્યારે સોશિયલ મીડિયા પર લાઈવ થાય છે ત્યારે તેના વિરોધીઓ તેની સામે એક પણ શબ્દ બોલી શકતા નથી. કારણ કે તે વિરોધીઓ પર એવા અપશબ્દોનો વરસાદ કરશે છે કે, તે સાંભળીને કાનમાંથી લોહી નીકળી જાય. રાજસ્થાનના કરૌલી જિલ્લામાં એવું કોઈ ભાગ્યે જ હશે કે તે 19 વર્ષની લેડીડોન રેખા મીનાને ઓળખતું નથી

રેખા મીનાને સોશિયલ મીડિયા પર અલગ-અલગ ગીતો પર રીલ્સ બનાવવાનો પણ ખૂબ જ શોખ છે અને તે હાથમાં પિસ્તોલ લઇને તમંચે પે ડિસ્કો સોંગ પર ડાન્સ કરતી હોય તેવો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે પ્રકારે કોઈ સેલેબ્રીટીના ફેન્સ વધતા હોય તે પ્રકારે આ લેડીડોન રેખા મીનાના ફેન્સમાં વધારો થાય છે. તેને જયપુરથી લઇને ગોવા જ્યારે ફરવા ગઈ હતી ત્યારની દરેક રીલ્સ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે. રેખા મીનાને સ્પોટ બાઈક પસંદ છે. તે તેના વિરોધીઓને કહે છે કે, પાછળથી શું વાર કરવો, સામેથી લડવા આવનારો મર્દ છે.

કરૌલી પોલીસને જયારે રેખા મીના નામની લેડીડોનની માહિતી મળી ત્યારબાદ સોશિયલ મીડિયા પર વિરોધીઓને ધમકાવનારી લેડીડોનની પોલીસ દ્વારા ધરપકડ કરવાની તજવીજ હાથધરવામાં આવી હતી. 28-09-2021ના રોજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલા ગુનામાં રેખા મીનાની પોલીસે ધરપકડ કરી છે.

આ બાબતે SP શૈલેન્દ્ર ઇન્દૌલિયાએ જણાવ્યું હતું કે, અમે IG સાહેબના નેતૃત્વમાં અસામાજિક તત્ત્વોને પકડનું અભિયાન ચલાવી રહ્યા છીએ. ઓપરેશન વોન્ટેડ અને ક્લીન સ્વીપ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.અને અમે ગેંગના પીએલ ભડક્યા, લાલ કોડીયા અને ઓમપ્રકાશની ધરપકડ કરીને તેમની પાસેથી 5 હથિયાર કબજે કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.