મેષ: આજના દિવસે તમને કોઇના કોઇ રૂપમાં સન્માન અને માનસિક શાંતિ મળશે, કાર્યક્ષેત્ર વાતાવરણ સારું રહેશે, આવશ્યકતા અનુસાર આર્થિક લાભ થશે અને ધાર્મિક આસ્થામાં વધારો થાય.
વૃષભ: સામાન્ય દિવસની શરૂઆત રહે, પોતાની જીદ અને ગુસ્સામાં કોઇ સંકટ ઉભુ ના કરે તેનું ધ્યાન રાખવું, ધનલાભની સાથે કોઇ મનપસંદ કાર્ય બનવાથી મનમાં ઉત્સાહ આવશે.
મિથુન: દાન અને પુણ્યમાં ખર્ચ કરશો, બીજા ઘણા કાર્યો સાથે એટલો સમય નહીં આપી શકો, કાર્યક્ષેત્રે તમારા પરોપકારનું ફળ પ્રાપ્ત કરી શકશો અને વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ
કર્ક: આસપાસના વાતાવરણથી અલગ નાની-મોટી વાતોથી થોડું વાતાવરણ બગડે નહીં તે સાચવો, ભાઇ-બહેન સાથે વિવાદ ટાળવો અને સ્વાસ્થ્યમાં બેચેની રહે.
સિંહ: ઉતાર-ચઢાવ વાળો દિવસ રહે, તમારું કેન્દ્ર આજે કાર્ય કરવા કરતા લાભ પર વધારે રહેશે, વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં ધ્યાન આપવા સુચન, સ્વાસ્થ્યમાં સારું રહે.
કન્યા: આર્થિક વૃદ્વિના યોગ છે, મૌન સાથે કાર્ય કરવા સુચન છે, કોઇના કોઇ રસ્તેથી ધન લાભ અવશ્ય થશે, સ્વાસ્થ્ય સારું રહે.
તુલા: જે કાર્ય હાથમાં લેશો તે પૂર્ણ કરી શકશો, કાર્યક્ષેત્ર મહેનતનું ફળ મળતું જણાય, સ્વાસ્થ્યમાં નાની-મોટી તકલીફ રહે.
વૃશ્વિક: આજના દિવસે ધૈર્યથી કામ લેવું, પરિવાર તેમજ કાર્યક્ષેત્ર ઉપર જુની વાતોને લઇને વિવાદની સંભાવના છે, યાત્રા-પ્રવાસ હમણા કરવો નહીં.
ધન: સામાજિક ક્ષેત્રે નાની વાતનું મોટું સ્વરૂપના થાય તે જોવું, આર્થિક ઉન્નતિ થતી જણાય, મિત્ર વર્ગમાં સંભાળવું, સ્વાસ્થ્યમાં થોડી સાવધાની રાખવી.
મકર: આજે તમે મનથી સંતોષ અનુભવશો, આવક કરતા જાવક વધુ રહે, સ્વાસ્થ્ય સારું રહે.
કુંભ: આજે શુભદાયી દિવસ છતા તમે પૂર્ણ લાભ પ્રાપ્ત નહીં કરી શકો, સ્વભાવમાં સ્વાર્થ અને લાપરવાહી જોવા મળે, સ્વાસ્થ્યમાં સુધારો આવે.
મીન: મધ્યમ ફળદાયી દિવસ રહેશે, નોકરિયાત વર્ગ માટે આગળના કાર્યો પૂર્ણ કરવામાં વ્યસ્તતા રહે અને સ્વાસ્થ્યમાં થોડી સાવધાની રાખવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.