સૌથી સસ્તો 5G ટેકનોલૉજી વાળો iPhone, ક્યારે થશે લોન્ચ જાણો

નવી દિલ્હીઃ ટેકનોલૉજીની દુનિયાની બેતાજ ગણાતી એપલ હવે મધ્યમ વર્ગના લોકોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. સામાન્ય રીતે એપલના આઇફોન મોંઘા હોય છે, જેના કારણે નાના અને મધ્યમ લોકોના બજેટમાં આવી શકતા નથી, જોકે એપલે આ વાતને ધ્યાનમાં રાખને એક નવો આઇફોન લૉન્ચ કરવાની તૈયારી કરી છે, જેની ખાસિયતમાં સસ્તાની સાથે સાથે 5G ટેકનોલૉજી પણ આવશે.

રિપોર્ટ્સનુ માનીએ તો એપલ પોતાનો સૌથી સસ્તો 5G આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ iPhone SE સીરીઝના નેક્સ્ટ જનરેશનનુ અપગ્રેડે મૉડલ હશે. લીક રિપોર્ટ પ્રમાણે કંપનીના આ ફોનનુ નામ iPhone SE 3 હશે અને આગામી વર્ષે એટલે કે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવી શકે છે. અત્યારે આ કરન્ટ જનરેશનમાં iPhone SE 2020 એપ્રિલમાં લોન્ચ કર્યો છે, જેથી લાગી રહ્યું છે કે iPhone SE 3નુ લૉન્ચિંગ પણ માર્ચ-એપ્રિલમાં થઈ શકે છે.

શું હશે ખાસિયત-

iPhone SE 3નું હાર્ડવેર પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ સૌથી વ્યાજબી કિંમતમાં મળતું 5G ડિવાઈસ હશે. આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ A15 બાયોનિક ચીપસેટ (latest A15 Bionic chipset) આપવામાં આવે તેવી સંભાવના છે. આમાં થીક બેઝેલ્સ અને ટચ આઈડી હશે. આ સાથે જ એપલ iPhone SE 2020 જેવા જ પ્રકારની 4.7 ઈન્ચની LCD પેનલનો ઉપયોગ કરે તેવું લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.