નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો તે શનિવારે મુંબઇ થી ગોવા જતી ક્રુઝ પર દરોડા પાડયા હતા. અને વધારે પ્રમાણમાં રસ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં એનસીબી બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ લોકોની સતત પૂછપરછ કરી રહી છે. આ સમગ્ર મામલાની વચ્ચે વધુ એક નામ ચર્ચામાં છે તે છે સમીર વાનખેડેમાં..
એનસીબી મુંબઇના વાનખેડે બાતમીના આધારે મુસાફર તરીકે ક્રુઝ પર પહોંચ્યા હતા. એનસીપીના અન્ય ઘણા અધિકારીઓ તેમની સાથે હાજર હતા. ક્રુઝ પર પાર્ટી શરૂ થતાં જ એમસીબી ની ટીમલી બરોડા પાડ્યા અને ત્યાંથી આઠ લોકોને કસ્ટડીમાં લીધા તપાસ દરમિયાન એનસીબીએ દવાઓ પણ જપ્ત કરી છે.
https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s
ગયા વર્ષે જ્યારે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યું.ત્યારે પણ સમીર વાનખેડેનું નામ ચર્ચામાં આવ્યું હતું. સમીર વાનખેડે ને “સિંઘમ” કહેવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે બોલિવૂડ સેલિબ્રિટી ઓમાન પણ તેના નામથી ડરે છે.
સમીર વાનખેડે,જે મહારાષ્ટ્રનાં છે ૨૦૦૮ બેચનાં IRS અધિકારી છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં જોડાયા પછી તેમનું પ્રથમ પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેપ્યુટી કમિશનર તરીકે થયું. ત્યારબાદ તેમને પાછળથી આંધ્રપ્રદેશ અને પછી દિલ્હી મોકલવામાં આવ્યા. તેમને નશા અને સંબંધિત બાબતોમાં નિષ્ણાત માનવામાં આવે છે.
એક વાર એક અનુભવી ક્રિકેટરનો અભિનેતા પુત્ર અને બીજા ક્રિકેટરની પત્ની વાનખેડે વચ્ચે ભારે વિવાદ થયો હતો. જયારે તેમણે વાનખેડે સાથે દલીલ કરી, ત્યારે તેમણે કહ્યું કે તે કરચોરી માટે તેની ધરપકડ પણ કરી શકે છે. આ પછી મામલો થાળે પડ્યો અને તેમણે દંડ ભર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.